ઉજ્જૈનમાં લોકોની અવરજવર વાળા ફૂટપાથ પર મહિલા સાથે રેપ, હાજર લોકો માત્ર વીડિયો બનાવતા રહ્યા

06 September, 2024 06:12 PM IST  |  Ujjain | Gujarati Mid-day Online Correspondent

Women Raped in Busy streets of Ujjain: FIR નોંધાયાના બે કલાકની અંદર પોલીસે આરોપી લોકેશની ધરપકડ કરી હતી અને તે બાદ તેણે ગુનો કબૂલ્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ફૂટપાથ પર એક મહિલા પર બળાત્કાર (Women Raped in Busy streets of Ujjain) કરવામાં આવ્યો હોવાની એકદમ અમાનવીય ઘટના બની છે. જો કે આ ઘટનામાં ઉલ્લેખનીય છે કે જ્યારે આ મહિલા પર બળાત્કાર થયો ત્યારે તે ફૂટપાથ પર લોકો ચાલી રહ્યા હતા તેમ છતાં કોઈએ આ અમાનવીય ઘટનાને રોકવા બદલે તેનો વીડિયો બનાવ્યો હતો.
મહાકાલની પવિત્ર નગરી ઉજ્જૈનમાં (Women Raped in Busy streets of Ujjain) મહિલા પર લોકોની અવરજવરવાળા ફૂટપાથ પર બળાત્કારની ઘટનાથી ફરી એક વખત દેશમાં મહિલા સુરક્ષાને લઈને દેશમાં આક્રોશ વધ્યો છે. મહિલા પર થતાં અત્યાચારને રોકવાને બદલે તેનો વીડિયો બનવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યો હતો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે તરત જ એક્શન લેતા આરોપી લોકેશની ધરપકડ કરી હતી.

ઉજ્જૈન પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાએ ચોથી સપ્ટેમ્બરે બપોરે 3:30 વાગ્યાની આસપાસ કોતવાલી પોલીસ (Women Raped in Busy streets of Ujjain) સ્ટેશનનો સંપર્ક કર્યો અને તેની સાથે બળાત્કાર થયો હોવાની જાણ કરી. એક મહિલા અધિકારીએ તરત જ તેનું નિવેદન લીધું અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કર્યા પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી. FIRમાં મહિલાએ આરોપી લોકેશનું નામ જાહેર કર્યું છે.

ફરિયાદ મળતાં પોલીસે (Women Raped in Busy streets of Ujjain) વિશેષ ટીમ બનાવી અને બે કલાકમાં લોકેશની ધરપકડ કરી લીધી. "ફરિયાદ પર કાર્યવાહી કરીને, તરત જ એક ટીમ બનાવવામાં આવી હતી અને આરોપી લોકેશની શોધમાં મોકલવામાં આવી હતી. FIR નોંધાયાના બે કલાકની અંદર લોકેશની ધરપકડ કરી હતી. આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન લોકેશે મહિલા પર અત્યાચાર કર્યો હોવાનું કબૂલ્યું હતું.

ગુરુવારે કોર્ટ સમક્ષ મહિલાનું નિવેદન (Women Raped in Busy streets of Ujjain) પણ નોંધવામાં આવ્યું હતું, જ્યાં તેણે બળાત્કારની ઘટનાની પુષ્ટિ કરી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિશ્રાએ તેના અસ્તિત્વની પુષ્ટિ કરી અને કહ્યું કે તેને પુરાવા તરીકે લેવામાં આવ્યો છે. "ગુના સમયે આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો જે પોલીસ પાસે પણ આવ્યો હતો.

આ ઘટનાને લઈને હવે વિપક્ષ કૉંગ્રેસ દ્વારા ભાજપ સરકાર (Women Raped in Busy streets of Ujjain) સામે મહિલાઓની સુરક્ષા બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી ટીકા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ આ ઘટનામાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના મૌન સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. આ સાથે કૉંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પણ ભાજપ શાસિત રાજ્યો પર નિશાન સાધ્યું અને કહ્યું, "રાષ્ટ્ર શરમ અનુભવી રહ્યું છે. તમામ ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓના સન્માનને કાપી નાખવામાં આવી રહ્યું છે... ભાજપ શાસિત રાજ્ય સરકારો કેમ ચૂપ છે?"

Rape Case sexual crime ujjain madhya pradesh Crime News