03 January, 2021 05:54 PM IST | Ghaziabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે સ્મશાન જ મોતનો કાળ બન્યું અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર આવ્યા, આ અકસ્માતમાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો વરસાદથી બચવા માટે એક છત નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તેના એક દિકરાનું પણ મૃત્યુ થયું મેરઠના ડિવિઝનલ કમિશ્નર અનીતા સી મેશ્રામે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુની ખાતરી થઈ છે. 38 લોકોને બચાવવામાં આવ્યા છે.
મુરાદનગરના ફળના વેપારીનું 65 વર્ષની વયે અવસાન થયુ હતું અને તેના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. અંતિમ સંસ્કાર કરી પરત ફરી રહેલા લોકો દરવાજાની નજીક એક ગેલેરીમાં ઉભા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગેલેરી લગભગ અઢી મહિના અગાઉ જ તૈયાર થઈ હતી.લોકોનો આરોપ છે કે આ ગેલેરી તૈયાર કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યૂમાં તકલીફ પડી રહી છે. મૃતકોમાં 3 લોકોની ઓળખ થઈ ગઈ છે.આ લોકો સંગમ વિહાર અને મુરાદનગરના રહેવાસી હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. સાથે જ મંડલાયુક્ત મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.