20 January, 2023 11:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શંકર મિશ્રા
નવી દિલ્હી (એ.એન.આઇ.) : ઍર ઇન્ડિયાએ ફ્લાઇટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના કેસમાં આરોપી શંકર મિશ્રા પર ફ્લાઇટમાં મુસાફરી કરવા પર ચાર મહિનાનો બૅન મૂક્યો છે. દિલ્હી પોલીસે છઠ્ઠી જાન્યુઆરીએ બૅન્ગલોરથી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી.
મિશ્રાએ ગયા વર્ષે ૨૬મી નવેમ્બરે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં ૭૦ વર્ષની એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હોવાનો આરોપ છે.
આ ઍરલાઇને આ મામલે એનો આંતરિક રિપોર્ટ પણ ફાઇલ કર્યો છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશનનાં સૂત્રો અનુસાર અન્ય ઍરલાઇન્સ પણ શંકર મિશ્રા પર બૅન મૂકે એવી શક્યતા છે.