કુલદીપ સિંહ સેન્ગરે ફરી જેલમાં જવું પડશે

16 May, 2026 08:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટને હવે બે મહિનાની અંદર મુખ્ય અપીલ પર ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો છે

કુલદીપ સિંહ સેન્ગરે

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપકેસના આરોપી કુલદીપ સિંહ સેન્ગરના જામીન રદ કરી દીધા હતા. કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો જેમાં વિધાનસભ્યને પબ્લિક સર્વન્ટ નહોતો ગણવામાં આવ્યો. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે ‘આરોપી વિધાનસભ્ય એ લોકસેવક છે અને તેના પર પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ લાગુ પડશે’

આ આદેશ પછી કુલદીપ સિંહ સેન્ગરે ફરીથી જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટને હવે બે મહિનાની અંદર મુખ્ય અપીલ પર ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો છે.

ઉન્નાવ રેપકેસમાં હાઈ કોર્ટ દ્વારા કુલદીપ સિંહ સેન્ગરને એમ કહીને છોડી મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ ગુનો કર્યો એ સમયે તે પબ્લિક સર્વન્ટ નહોતો એટલે તેના પર POCSOની આકરી કલમો ન લગાવવી જોઈએ.

Rape Case supreme court Protection of Children from Sexual Offences Act POCSO Crime News national news news