Delhi Metroમાં સફેદ વસ્ત્રમાં સજ્જ મહિલાઓ કરવા લાગી અશ્લીલ હરકતો, પહેલાં મોં પર કર્યો કલર ને પછી...

23 March, 2024 04:58 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Metro: બે યુવતીઓ દિલ્હી મેટ્રોમાં પ્રવાસ દરમિયાન અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અવારનવાર દિલ્હી મેટ્રો (Delhi Metro)માંથી ચોંકાવનારા વીડિયો સામે આવતાં હોય છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે યુવતીઓ દિલ્હી મેટ્રોમાં પ્રવાસ દરમિયાન અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. વળી અનેક લોકો તો આ વીડિયો જોયા પછી બંને બહેનોની સખત નિંદા પણ કરી રહ્યા છે. તેટલું જ નહીં આ મહિલાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.

શું દેખાઈ રહ્યું છે આ વીડિયોમાં?

દિલ્હી મેટ્રો (Delhi Metro)માંથી વાયરલ થયેલા આ વીડિયોમાં બે મહિલાઓ સાડીમાં જોવા મળી રહી છે. એક મહિલાએ વ્હાઇટ ડ્રેસ અને બીજી મહિલાએ સફેદ સાડી પહેરી છે. બંને મહિલાઑ મેટ્રોમાં ફ્લોર પર બેઠેલી જોવા મળી હતી. ફ્લોર પરથી ઊભા થઈ થોડીક જ વારમાં આ બંને મહિલાઓ પોતાના હાથોમાં રંગ ભરી લે છે. ત્યારબાદ આ બંને મહિલાઓ એકબીજાના ચહેરા પર રંગ લગાવતા જોવા મળે છે.

એકબીજાને રંગ લગાવતાં અશ્લીલ કૃત્યો કરવા લાગી બે મહિલાઓ 

દિલ્હી મેટ્રો (Delhi Metro)માં બે મહિલાઓ એકબીજા પર રંગ છાંટીને મોં પર રંગ લગાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ પાછળથી એકબીજા પર સૂઈ જવા જેવી અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. આ તમામ દ્રશ્ય અન્ય મુસાફરોએ કેમેરામાં કેદ કરી દીધી હતી.

ફૂટેજમાં પરંપરાગત ભારતીય પોશાક સાડી પહેરેલી છોકરીઓને એકબીજાના ચહેરા પર રંગીન પાવડર લગાડીને એકબીજા પ્રત્યે કામુક ભાવો કરતાં જોવા મળી હતી. એકમેકના ચહેરાને રંગી નાખ્યા બાદ અશ્લીલ હરકતો કરતી તે કેમેરામાં કેદ થઈ હતી.

આ ઘટના (Delhi Metro)નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો પોતાની કમેન્ટ્સ કરી રહ્યા છે. ઓનલાઈન યુઝર્સ દ્વારા આ બંને મહિલાઓની તીવ્ર ટીકા કરવામાં આવી રહી છે. 

બંને મહિલાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. અનેલ યુઝર્સે આ બંને  છોકરીઓની ક્રિયાઓને અયોગ્ય ગણાવી સખત વિરોધ કર્યો હતો. વધુમાં, દિલ્હી મેટ્રો કોર્પોરેશનને આવા વર્તન સામે કડક પગલાં લેવા માટે બોલાવવામાં આવ્યા છે.

Delhi Metro: એક સોશિયલ મીડિયા યુઝરે તેના એક્સ એકાઉન્ટ પર વિડિયો પોસ્ટ કર્યો અને તેને કેપ્શન લખ્યું હતું કે, "મને આની સામે જલદી કાયદાની જરૂર લાગી રહી છે" તો બીજી બાજુ અન્ય એક યુઝર જણાવે છે કે, "હું આ વિડિયો જોઈને શરમ અનુભવું છું! બેકગ્રાઉન્ડમાં રહેલા લોકોની કલ્પના કરો" તો એક યુઝર તો એવું જ કહી બેસે છે કે, "આમાં કોઈ કાયદાની જરૂર નથી. માત્ર 1 લાખ પ્રતિ 15 સેકન્ડનો ચાર્જ કરવામાં આવે તે જ પૂરતું છે"

national news offbeat videos offbeat news delhi news new delhi delhi metro rail corporation