15 June, 2024 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રામ મોહન નાયડુ
સિવિલ એવિયેશન ખાતાના પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના સંસદસભ્ય રામ મોહન નાયડુએ ખાતાનો પ્રભાર સંભાળવા માટે ખાસ સમયે વિધિ કરી હતી. રામ મોહન નાયડુએ ગુરુવારે બપોરે ૧.૧૧ વાગ્યે કોરા કાગળ પર ૨૧ વખત ‘ૐ શ્રી રામ’ લખ્યું હતું અને પછી ઑફિશ્યલી કામ સંભાળ્યું હતું. રામ મોહન નાયડુ પહેલાં સિવિલ એવિયેશન ખાતાનો કાર્યભાર BJPના જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં હતો.