સિનિયર ઍડ્વોકેટે જસ્ટિસ હૃષીકેશ રૉયને હૃષીકેશ મુખરજી બનાવી દીધા, ચીફ જસ્ટિસે આપ્યો ઠપકો

23 October, 2024 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે ‘ગોલમાલ’ ક્ષણ જોવા મળી હતી, જેમાં એક સિનિયર ઍડ્વોકેટે જસ્ટિસ હૃષીકેશ રૉયના નામને બદલે તેમનું નામ હૃષીકેશ મુખરજી ઉચ્ચાર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે ‘ગોલમાલ’ ક્ષણ જોવા મળી હતી, જેમાં એક સિનિયર ઍડ્વોકેટે જસ્ટિસ હૃષીકેશ રૉયના નામને બદલે તેમનું નામ હૃષીકેશ મુખરજી ઉચ્ચાર્યું હતું. એ સમયે તત્કાળ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે એ ઍડ્વોકેટની ભૂલ તરફ ધ્યાન દોરીને તેમને જજનાં નામ બરાબર યાદ રાખવાની તાકીદ કરી હતી. હૃષીકેશ મુખરજી જાણીતા ફિલ્મ-ડિરેક્ટર હતા જેમણે ઘણી લાઇટ કૉમેડી ફિલ્મો બનાવી હતી અને એ દર્શકોમાં ખૂબ લોકપ્રિય બની હતી.

એક સિનિયર ઍડ્વોકેટે કેસ રજૂ કરતી વખતે કહ્યું હતું, ‘આ મૅટર પહેલાં જસ્ટિસ હૃષીકેશ મુખરજી સામે હતી.’

હૃષીકેશ મુખરજી નામ સાંભળતાં જ ચીફ જસ્ટિસે ઍડ્વોકેટને અટકાવતાં પૂછ્યું હતું કે ‘હૃષીકેશ મુખરજી કે જસ્ટિસ હૃષીકેશ રૉય? જો તમે રૉયને મુખરજી બનાવશો તો... તમને જજનાં નામની ખબર હોવી જોઈએ. આ હદ થાય છે. પ્લીઝ જાઓ અને વેબસાઇટ જોઈને આવો.’

new delhi supreme court chief justice of india justice chandrachud national news news