30 May, 2026 10:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો વિડિયો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીની બંગાળી માર્કેટ નજીક ટોડરમલ પાર્કમાં રિક્ષા-ડ્રાઇવરો સાથે એક અનૌપચારિક બેઠક યોજી હતી. આ બેઠકમાં કૉન્ગ્રેસના નેતા ડ્રાઇવરો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ચર્ચા કરવા માટે તેમના જેવો ખાખી યુનિફૉર્મ પહેરીને આવ્યા હતા. કૉન્ગ્રેસ દ્વારા શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં તેઓ એક ઝાડની છાયા નીચે ડ્રાઇવરો સાથે ભોજન કરતી વખતે હળવી વાતચીત કરતા જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધીને મળ્યા પછી એક ઑટો-ડ્રાઇવરે કહ્યું હતું કે ‘અમે રાહુલ ગાંધીને મળ્યા હતા. અમે જમતા હતા ત્યારે તેઓ આવ્યા. તેમણે અમારી સાથે ભોજન કર્યું અને વાતો કરી. રાહુલ ગાંધીએ અમારી સમસ્યાઓ વિશે પૂછ્યું અને અમે તેમને કહ્યું કે અમારાં બાળકો શિક્ષિત છે, પરંતુ તેમને નોકરીઓ મળી રહી નથી. તેમણે અમને ખાતરી આપી હતી કે તેઓ સંસદમાં અમારા મુદ્દાઓ ઉઠાવશે.’