24 April, 2025 10:05 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
આતંકવાદી અટૅકનો વિરોધ કરતા પહલગામ ટૅક્સી ઓનર્સ અસોસિએશનના સભ્યો.
મંગળવારે થયેલા આતંકવાદી હુમલા વિશે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. આ મુદ્દે પહલગામ ટૅક્સી અસોસિએશનના પ્રેસિડન્ટ ગુલઝાર અહમદ વાણીએ કહ્યું હતું કે ‘આ હુમલો માત્ર ટૂરિસ્ટો પર થયો નથી, આ અમારી રોજી-રોટી અને પરિવારો પર પણ હુમલો છે. આ હુમલાની તપાસ થાય અને ગુનેગારોને સજા મળે એ માટે મુખ્ય પ્રધાન અને લેફ્ટનન્ટ ગવર્નરસાહેબને વિનંતી કરું છું. પહલગામ પહેલેથી શાંતિપૂર્ણ વિસ્તાર છે. આ જે થયું છે એવું અમે ક્યારે થવા દેતા નહોતા. આ વિસ્તાર ૯૯ ટકા ટૂરિઝમ પર નભે છે. અમરનાથ યાત્રા અહીંથી થાય છે અને યાત્રાએ આવતા લોકોને અમે અમારાં ઘરોમાં પણ રાખીએ છીએ. અમે ખુદાને કહીએ છીએ કે જે લોકોએ આ કર્યું છે તેમનાં ઘરોને આગ લગાવો, જેવી આગ તેમણે અહીં લગાવી છે.’