21 October, 2024 11:42 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ૫૪ વર્ષના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે દલ લેક ફરતે યોજાયેલી કાશ્મીર મૅરથૉનમાં ભાગ લીધો
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ૫૪ વર્ષના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે દલ લેક ફરતે યોજાયેલી કાશ્મીર મૅરથૉનમાં ભાગ લીધો હતો અને ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન બે કલાક ચાર મિનિટ ૫૭ સેકન્ડમાં પૂરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પાંચ મિનિટ ૫૪ સેકન્ડમાં એક કિલોમીટરના હિસાબે આ મૅરથૉન મેં પૂરી કરી હતી. હું કદી જીવનમાં ૧૩ કિલોમીટરથી વધારે દોડ્યો નથી, પણ મૅરથૉનમાં આટલું અંતર પૂરું કર્યું છે. આ માટે મેં કોઈ પ્રૉપર ટ્રેઇનિંગ લીધી નથી. રસ્તામાં કેળાં અને થોડાં ખજૂર ખાધાં હતાં.’