11 March, 2021 10:22 AM IST | New Delhi | Agency
કૉંગ્રેસનો ઝંડો
દેશનાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અને એક સમયના દિલ્હીના ઇન્ચાર્જ પી.સી. ચાકોએ બુધવારે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.
તેમણે પક્ષના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને રાજીનામું સુપરત કરતાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસમાં યથાવત્ રહેવું મુશ્કેલ બની ગયું હતું. ચાકો તેમના વતનના રાજ્ય કેરલામાં ટિકિટ વિતરણ મામલે નારાજ હતા.
કૉન્ગ્રેસમાં લોકશાહી રહી નથી. ઉમેદવારોની યાદી વિશે રાજ્ય કૉન્ગ્રેસ સમિતિ સાથે ચર્ચા કરવામાં આવતી નથી. મેં સોનિયા ગાંધીને મારું રાજીનામું મોકલી આપ્યું છે, એમ ચાકોએ જણાવ્યું હતું.