09 March, 2021 10:08 AM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
ઈંધણના વધતા ભાવના મામલે વિપક્ષોએ સોમવારે તેમનો વિરોધ જારી રાખતાં લોકસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત થયા બાદ સાંજે ૭ વાગ્યે સભાની કાર્યવાહી પુનઃ શરૂ થઈ ત્યારે અધ્યક્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સશક્તીકરણના મુદ્દે ચર્ચા કરવાની પરવાનગી આપી હતી. વિપક્ષોના સતત ચાલી રહેલા વિરોધ વચ્ચે લગભગ ૨૦ મિનિટ સુધી ચર્ચા ચાલી હતી.