DMKના ચૂંટણીઢંઢેરામાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીમાં ભાવઘટાડાનું વચન

14 March, 2021 12:06 PM IST  |  Chennai

DMKના ચૂંટણીઢંઢેરામાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીમાં ભાવઘટાડાનું વચન

પ્રતીકાત્મક તસવીર

દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે)એ તામિલનાડુની આગામી વિધાનસભાને લગતો ચૂંટણીઢંઢેરો જાહેર કરતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અનુક્રમે ૫ અને ૪ રૂપિયાનો ઘટાડો કરવાનો તેમ જ રાજ્યમાં જો પોતાનો પક્ષ સત્તા પર આવશે તો એલપીજી ગૅસ પરની સબસિડી ૧૦૦ રૂપિયા કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત ચૂંટણીઢંઢેરામાં સરકારી નોકરીમાં મહિલાઓ માટેની અનામતમાં ૧૦ ટકાનો વધારો કરવા અને જાહેર પરિવહનમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવાની સવલત આપવાનું પણ વચન આપ્યું છે. તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણી માટે પક્ષનો ચૂંટણીઢંઢેરો ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિને ગઈ કાલે જાહેર કર્યો હતો.

national news chennai