19 April, 2025 03:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શું મંગળ ગ્રહ પર છુપાયા છે એલિયન્સ? NASAની તસવીરમાં મળ્યો ગુપ્ત દરવાજો
નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)એ મંગળ ગ્રહ પર એલિયન હોવાની સંભાવના વ્યક્ત કરી છે. NASAના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ પર એક રહસ્યમય ખાડો મળી આવ્યો છે, જેમાં વિશાળ ભૂમિગત સુરંગ-નેટવર્કમાં એલિયન છુપાઈને રહેતા હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની ઑર્બિટથી એક ઊંડા ખાડાની તસવીર લીધી છે જે જોતાં એવું લાગે છે કે એ એક ભૂમિગત સુરંગમાં જાય છે. NASAએ લખ્યું કે આ પ્રકારના અનેક ખાડા છે, જેમાં એક છોડીને એકમાં ધૂળ ભરેલી જોવા મળે છે. સૌથી સામાન્ય ખાડો ગ્રહની ઉપર ડાબી બાજુ છે જે લગભગ ૧૦૦ મીટર પહોળો છે અને એવું લાગે છે કે એ નીચેના સ્તર સુધી જતો હશે.
આ ખાડા વિશે NASAએ કહ્યું હતું કે આ ખાડો બનવાનું કારણ હજી સ્પષ્ટ નથી. હાલ વૈજ્ઞાનિકો માને છે કે એની ચારેય બાજુ દેખાતા ગોળાકાર ક્રેટર સંકેત આપે છે કે આ એક ઉલ્કાના પ્રભાવથી બન્યો હોઈ શકે. આવા ખાડા વિશેષ રુચિ ઊભી કરે છે, કારણ કે એ નીચેના સ્તરના પ્રવેશદ્વાર હોઈ શકે છે જે વિશાળ ભૂમિગત ગુફાઓમાં હોય છે. જો આવું હોય તો એ કુદરતીરૂપે બનેલી સુરંગ મંગળની કઠણ ભૂમિની સપાટીથી પ્રમાણમાં સુરક્ષિત હોઈ શકે છે જે મંગળ ગ્રહ પર જીવન બચાવવા માટે સારી વાત સાબિત થઈ શકે છે.