18 March, 2025 03:25 PM IST | Puri | Gujarati Mid-day Online Correspondent
પુરીમાં હોળીની ઉજવણી દરમિયાન પીઢ અભિનેત્રી અને ભાજપના સાંસદ હેમા માલિની પાર્ટીના સાંસદ સંબિત પાત્રા સાથે પારંપારિક નૃત્ય કર્યું હતું (તસવીર: PTI)
ગયા અઠવાડિયે હોળીના અવસરે ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ બૉલિવૂડની પીઢ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિની વિવાદમાં વિવાદમાં ફસાયા છે. ફિલ્મોની ડ્રીમ ગર્લે પુરીના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની હાજરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ અને પ્રાર્થના કરી હતી. જોકે, એવા સમાચાર સામે આવ્યા છે કે તેમની આ મુલાકાત ગેરકાયદેસર માનવામાં આવી રહી છે, જેને લઈને હવે તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
હેમા માલિનીના પુરીના મંદિરમાં `ગેરકાયદેસર` પ્રવેશ અંગે વિવાદ
મીડિયા અહેવાલ મુજબ, શ્રી જગન્નાથ સેના, એક સ્થાનિક સંગઠને સિંઘદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં અભિનેત્રીમાંથી નેતા બનેલા હેમા માલિની પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. સંગઠને દાવો કર્યો છે કે ભાજપના સાંસદે મુસ્લિમ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને શ્રી મંદિર જઈને પરંપરાઓ વિરુદ્ધ ગયા છે. સંગઠનના વડા પ્રિયદર્શન પટનાયકે માગ કરી હતી કે જો આરોપો સાચા સાબિત થાય તો હેમા માલિનીની ધરપકડ કરવામાં આવે.
૧૯૮૦માં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. ફરિયાદ મુજબ, ધર્મેન્દ્ર, જે પહેલાથી જ પ્રકાશ કૌર સાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી ચૂક્યા હતા, તેમણે હિન્દુ લગ્ન કાયદાને અવગણીને માલિની સાથે નિકાહ કર્યા, જે મૌલાના કાઝી અબ્દુલ્લાહ ફૈઝાબાદી દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર અને હેમા `ધ બર્નિંગ ટ્રેન`, `શોલે`, `રાજા જાની`, `બાઘવત`, `ધર્મ ઔર કાનૂન`, `દો દિશાયેં` જેવી અનેક ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને બે દીકરીઓ છે, અભિનેત્રી ઈશા દેઓલ અને આહના દેઓલ, અને તેમના પાંચ પૌત્ર-પૌત્રીઓ પણ છે. ધર્મેન્દ્રને પ્રકાશ કૌર સાથે ચાર બાળકો છે - સની દેઓલ, બૉબી દેઓલ, વિજેતા અને અજીતા.
હેમા માલિનીએ પુરીમાં હોળી ઉજવી હતી
ખુશી વ્યક્ત કરતા, હેમા માલિનીએ મીડિયાને કહ્યું, "જગન્નાથ પુરીમાં હોળી ઉજવવાનો મને ધન્યતા છે. હું મથુરાથી આવી છું... ગઈ કાલે, અમે મથુરામાં હોળી ઉજવી હતી, આજે, અમે અહીં તહેવાર ઉજવી રહ્યા છીએ... હું ઓડિશા સરકાર, લોકો અને સંબિત પાત્રાનો વ્યવસ્થા માટે આભાર માનું છું." તેમણે લોકોને ભક્તિની ભાવનાથી આ તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા અને ઉમેર્યું કે, "હોળીનો સંદેશ છે... તમારે બધાએ હોળી રમવી જોઈએ. આ ભગવાન કૃષ્ણનો તહેવાર છે... ફૂલો કી હોળી (ફૂલોની હોળી) રમો."
પુરીની મુલાકાત તેમના ઓડિશા પ્રવાસનો એક ભાગ હતી, જેમાં 14 માર્ચે ભુવનેશ્વરમાં વૃંદાવન મહોત્સવમાં મંત્રમુગ્ધ કરનાર નૃત્ય પ્રદર્શનનો પણ સમાવેશ થતો હતો. છેલ્લે હેમા માલિની રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ ‘શિમલા મિર્ચી’માં જોવા મળી હતી, જે 2020 માં રિલીઝ થઈ હતી.