01 November, 2022 10:36 AM IST | Jamshedpur | Gujarati Mid-day Online Correspondent
જમશેદ જે ઈરાની(તસવીર: ટ્વિટર)
ટાટા સ્ટીલના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને દેશના સ્ટીલ મેન (Steel Men Of India)તરીકે ઓળખાતા જમશેદ જે ઈરાની (Jamshed J Irani Death)નું નિધન થયું છે. તેમણે 86 વર્ષની વયે સોમવારે એટલે કે 31 ઓક્ટોબરની રાતે જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. આ માહિતી ટાટા સ્ટીલ તરફથી આપવામાં આવી છે.
ટાટા સ્ટીલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, `સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા હવે નથી રહ્યાં. પદ્મવિભૂષણ ડૉ. જમશેદ જે ઈરાનીના નિધનની જાણકારી આપતા ટાટા ગ્રુપ ખુબ દુ:ખી છે. તેમણે 31 ઓક્ટોબરે રાતે અંતિમ શ્વાસ લીધા.` ઉલ્લેખનીય છે કે ઈરાનીને જુન 2011માં સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્તિ લીધી હતી.
આ પણ વાંચો:મોરબી બ્રિજ તૂટવાનો LIVE VIDEO:એકાએક તૂટ્યો પૂલ, લોકો પાણીમાં ગરકાવં અને ચીસાચીસથી ગુંજી મચ્છુ નદી
જીજી ઈરાની અને ખુર્શીદ ઈરાનીના ઘરમાં બે જુન 1936ના રોજ જન્મ લેનાર જમશેદે 1956માં નાગપુરના સાયન્સ કૉલેજમાં બીએમસી કર્યુ હતું. જ્યારે નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી 1958માં એમએસસી કર્યુ હતું. ત્યારબાદ તેઓ જેએન ટાટા સ્કોલર તરીકે યુકેની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ ગયા અને 1960માં માસ્ટર્સ પૂર્ણ કર્યું. આ સિવાય તેમણે 1963માં પીએચડી કર્યું હતું.
નોંધનીય છે કે જમશેદ ઈરાનીએ 1963માં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન સાથે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમનું સ્વપ્ન હંમેશા દેશની પ્રગતિમાં યોગદાન આપવાનું હતું. તેઓ 1968માં ભારત પાછા ફર્યા અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરી, જે આજે ટાટા સ્ટીલ તરીકે ઓળખાય છે.