06 December, 2022 09:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે જર્મનીના વિદેશપ્રધાન ઍનાલેના બેરબૉક સાથેની મીટિંગ દરમ્યાન વિદેશપ્રધાન એસ. જયશંકર. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી : વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે વધુ એક વખત જણાવ્યું હતું કે આતંકવાદી ગતિવિધિ ચાલી રહી હોય ત્યારે ભારત પાકિસ્તાનની સાથે વાતચીત ન કરી શકે. તેમણે નવી દિલ્હીમાં જર્મન વિદેશપ્રધાન ઍનાલેના બેરબૉક સાપથેની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી.
જયશંકરે કહ્યું હતું કે ‘પાકિસ્તાન અને સરહદ પાર આતંકવાદના પડકારના સંબંધમાં મેં પાકિસ્તાન સાથેના આપણા સંબંધોના સ્વરૂપ વિશે જર્મનપ્રધાનની સાથે થોડો સમય વાતચીત કરી હતી. આજે મુખ્ય પડકાર એ છે કે આતંકવાદી ગતિવિધિ ચાલી રહી હોય ત્યારે આપણે વાતચીત ન કરી શકીએ. જર્મની તરફથી પણ આ પ્રકારની સહમતી છે.’ જયશંકરે બેરબૉકની સાથે માઇગ્રેશન અને મૉબિલિટી પાર્ટનરશિપ પરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.