17 May, 2023 08:37 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી પદને લઈને બુધવારે સમાચાર આવ્યા કે કૉંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામ પર મોહર લગાડી દીધી છે. પણ થોડાંક જ કલાકમાં વાત ફેરવાઈ ગઈ અને કૉંગ્રેસના કર્માટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હાલ તો મંથન જ ચાલે છે. આગામી 24 થી 48 કલાકની અંદર કર્ણાટકના મુખ્યમંત્રીના નામનો નિર્ણય લેવામાં આવશે. હવે સમાચાર એ છે કે ડીકે શિવકુમારે સિદ્ધારમૈયા સાથે મુખ્યમંત્રી પદ શૅર કરવાનો નવો ફૉર્મ્યૂલા આપ્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે ડીકે શિવકુમારે ફૉર્મ્યૂલા આપ્યો છે તેણે ત્રણ અથવા બે વર્ષનો જે પણ કાર્યકાળ મળવાનો છે, તે પહેલા આપવામાં આવશે. ત્યાર બાદ સિદ્ધારમૈયાને તક મળી જાય.
આ પહેલા સમાચાર હતા કે સિદ્ધારમૈયાએ પણ આવો ફૉર્મ્યૂલા આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મારી ઊંમર થઈ ગયું છે અને પહેલા મને બે વર્ષ માટે તક આપવામાં આવે અને પછી ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવી શકે છે. આ મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ડીકે શિવકુમારે કહ્યું હતું કે શું મુખ્યમંત્રી પદ કોઈ પૂર્વજોની સંપત્તિ છે, જેની વહેંચી લેવામાં આવે. કહેવામાં આવ્યું હતું કે આની પાછળ તેમનો ડર છે કે ક્યાંક સિદ્ધારમૈયા એકવાર ખુરશી સંભાળી લે તો પછી કદાચ તેમને તક જ ન મળે. આને લઈને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારનું પણ ઉદાહરણ સામે આવ્યો, જ્યારે 2018માં તેમના અને ટીએસ સિંહ દેવ વચ્ચે અડધા-અડધા કાર્યકાળ પર નિર્ણય થયો હતો.
અઢી વર્ષ વીત્યા તો મુખ્યમંત્રી બદલવાની ચર્ચા થઈ, ભૂપેશ બઘેલે સરકારની કમાન છોડવાની ના પાડી દીધી છે. અંતે અદાવત એટલી થઈ કે 2022માં ટીએસ સિંહ દેવે કેબિનેટ જ છોડી દીધી. હકિકતે ડીકે શિવકુમારને ડિપ્ટી સીએમ સાથે મહત્વના મંત્રાલય આપવાનો પ્રસ્તાવ મળ્યો છે, પણ તેમણે ફગાવી દીધી. તેમને લાગે છે કે આ યોગ્ય તક છે, જ્યારે તે સીએમ પદના દાવેદાર છે કારણકે પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ તેમણે જીત અપાવી. તે ગાંધી પરિવારને કરેલા વાયદાને ફરી કહી ચૂક્યા છે કે મેં મારી વાત પૂરી કરી છે, હવે હાઈકમાનને નિર્ણય લેવાનો છે.
આ પણ વાંચો : હિંદુજા ગ્રુપના ચૅરમેન SP હિંદુજાનું નિધન, લાંબા સમયની બીમારી બાદ 87ની વયે નિધન
નિર્ણય થવા સુધી દિલ્હીમાં જ ડટી રહેશે ડીકે શિવકુમાર
હાલ મીટિંગોનો દોર ચાલુ છે. સવારે જ રાહુલ ગાંધીએ પહેલા સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી તો પછી ડીકે શિવકુમાર પણ મળવા પહોંચી ગયા. ત્યાર બાદ ડીકે શિવકુમારે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મીટિંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ પદની સમસ્યાનો ઉકેલ થવા સુધી ડીકે શિવકુમારે દિલ્હીમાં જ અડ્યા રહેવાનો નિર્ણય લીધો છે.