Delhi Metro: ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધસી પડ્યો, એક મોત 2 ઈજાગ્રસ્ત

08 February, 2024 01:23 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

આજે દિલ્હી મેટ્રો ચર્ચામાં હોવાનું કારણ ગોકુલપુરી સ્ટેશન પર અકસ્માત થયો હોવાનું છે. દિલ્હી મેટ્રો સ્ટેશન્સના ગોકુળપુરી સ્ટેશનનો કેટલોક ભાગ ધસી પડતાં એક વ્યક્તિનું મોત અને બે જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.

દિલ્હી મેટ્રોની ફાઈલ તસવીર

દિલ્હી મેટ્રો સતત કોઇક ને કોઇક કારણસર ચર્ચામાં રહે છે. પણ આજે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. મોટાભાગે દિલ્હી મેટ્રોમાં વાયરલ વીડિયો, મેટ્રોમાં ડાન્સ, રોમાન્સ અને માસ્ટબેટ કરતાં વીડિયોઝ વાયરલ થતાં હોવાને કારણે ચર્ચામાં રહે છે પણ આજે દિલ્હી મેટ્રો ચર્ચામાં હોવાનું કારણ ગોકુલપુરી સ્ટેશન પર અકસ્માત થયો હોવાનું છે. દિલ્હી મેટ્રો સ્ટેશન્સના ગોકુળપુરી સ્ટેશનનો કેટલોક ભાગ ધસી પડતાં એક વ્યક્તિનું મોત અને બે જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. જો કે, આ મામલે કોઈપણ અધિકારીએ આની પુષ્ઠિ કરી નથી.

ગુરુવારે દિલ્હી મેટ્રોના ગોકુળપુરી સ્ટેશન પર અકસ્માત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેશનનો એક ભાગ ધસી પડ્યો છે. આના કાટમાળમાં આવવાથી એક શખ્સનું મૃત્યુ થયું છે, જો કે હજી સુધી આ વિશે કોઈપણ અધિકારીએ મૃત્યુની પુષ્ટિ કરી નથી. (Delhi Metro Station Part Collapsed)

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મની બાજુની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની આશંકા છે, જ્યારે કાટમાળ નીચે દબાઈને બે લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અકસ્માત બાદ આ લાઇન પરની મેટ્રો ટ્રેન હાલમાં સિંગલ લાઇન પર ચલાવવામાં આવી રહી છે.

Delhi Metro Station Part Collapsed: મળતી માહિતી મુજબ, ગુરુવારે દિલ્હી મેટ્રોના ગોકુલપુરી સ્ટેશન પર એક અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થયો છે. તેના કાટમાળથી દબાઈને એક વ્યક્તિનું મોત થયું છે, જોકે હજુ સુધી કોઈ અધિકારીએ મૃત્યુની પુષ્ટિ કરી નથી. આ દરમિયાન બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 11 વાગ્યાની આસપાસ ગોકલપુરી મેટ્રો સ્ટેશનની બાઉન્ડ્રી વોલ (પૂર્વ બાજુ)નો એક ભાગ નીચે રોડ પર પડ્યો હતો. એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્યને સામાન્ય ઈજા થઈ હતી. કેટલાક લોકોની મદદથી પોલીસ કર્મચારીઓએ કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જે ઘટના સમયે તેના સ્કૂટર પર સવાર હતો. ઘાયલોને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઘાયલ લોકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને મેટ્રો કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

new delhi delhi news delhi metro rail corporation national news south delhi east delhi