10 April, 2024 09:48 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
શરાબ કૌભાંડ મામલે તિહાડ જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વિશે હેલ્થ બુલેટિન પ્રમાણે તેમનું શુગર લેવલ વધી ગયું છે. જો કે, તાજેતરના રિપૉર્ટમાં રાહતની વાત એ છે કે તેમના વજનમાં પણ વધારો થયો છે. રિપૉર્ટ પ્રમાણે અરવિંદ કેજરીવાલની બ્લડ શુગર ફાસ્ટિંગમાં 160 જણાવવામાં આવી છે. બ્લડ શુગર સામાન્ય રીતે 70-100 જેટલી જ હોવી જોઈએ. વજનને લઈને રિપૉર્ટમાં કહેવામાં આવ્યું કે એક એપ્રિલના રાોજ તેમનું વજન 64 કિલોગ્રામ હતું જે વધીને હવે 65 કિલો જેટલું થઈ ગયું છે.
કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માગણી કરતી અરજી ફગાવી દેવામાં આવી
દિલ્હી હાઈકોર્ટે બુધવારે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીઓ વારંવાર દાખલ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે એકવાર તે આ મુદ્દાનો નિકાલ કરી લે અને તે એક્ઝિક્યુટિવના ક્ષેત્રમાં આવે, "પુનરાવર્તિત દાવો" દાખલ કરવો જોઈએ નહીં કારણ કે આ કોઈ જેમ્સ બોન્ડની ફિલ્મ નથી જેની `સિક્વલ્સ` હશે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચે ભૂતપૂર્વ AAP ધારાસભ્ય સંદીપ કુમારની ટીકા કરી, કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગણી કરનાર અરજદારને "રાજકીય મામલા"માં કોર્ટને સામેલ કરવાનો પ્રયાસ કરવા બદલ અને કહ્યું કે તે તેમને 50,000 રૂપિયાનો દંડ કરશે.
કેજરીવાલને આંચકો, મંત્રીએ તેમને છોડી દીધા
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજકુમાર આનંદે મંત્રી પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.રાજકુમાર આનંદ અરવિંદ કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. રાજકુમાર આનંદે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં દલિત ધારાસભ્યો કે કાઉન્સિલરો માટે કોઈ સન્માન નથી. દલિતોને મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવતું નથી. હું બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને અનુસરનાર વ્યક્તિ છું, જો હું દલિતો માટે કામ ન કરી શકું તો પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી હતી, તે વખતે 12 દિવસમાં તેમનું 4 કિલો વજન ઘટી ગયું હતું. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મની લૉન્ડ્રિંગ મામલે ઈડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એક એપ્રિલના રાઉજ એવેન્યૂ કૉર્ટમાં કેજરીવાલને હાજર કરવામાં આવ્યા, જ્યાં કૉર્ટે તેમને 15 દિવસની ન્યાયિક અટકમાં મોકલી દીધા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા 12 દિવસથી જેલમાં છે. અરવિંદ કેજરીવાલના હેલ્થ રિપૉર્ટને જોતાં તેમના સ્વાસ્થ્યનો ગ્રાફ દિવસ-રાત પડતો જઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ ડાયાબિટીઝના દર્દી છે, કૉર્ટે તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટને સૂચના આપી છે કે કેજરીવાલની ડાયાબિટીઝ મેનેજ કરવામાં આવે. તેમની બ્લડ શુગર સમયાંતરે મૉનિટર કરવામાં આવે. શુગર લેવલ ઘટતાની સાથે જ તેમને ગ્લૂકૉઝ, ટૉફી અને ખાવા માટે કેળા આપે.
આમ આદમી પાર્ટીને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તિહાર જેલમાં ડોક્ટરોએ અરવિંદ કેજરીવાલના અચાનક વજન ઘટવા પર ચિંતા વ્યક્ત કરી છે.