તામિલનાડુમાં સત્તાપલટો : ડીએમકેનું 10 વર્ષે કમબૅક

03 May, 2021 02:49 PM IST  |  Chennai | Agency

તામિલનાડુમાં ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓમાં ડીએમકેના નેતૃત્ત્વ હેઠળનું ગઠબંધન ભવ્ય વિજય મેળવવા જઈ રહ્યું છે, તે સાથે રાજ્યમાં દસ વર્ષ બાદ સત્તાપલટો આવશે.

ચેન્નઈમાં ડીએમકેના પ્રમુખ સ્ટાલીનના ફોટા સાથે વિજયની ઉજવણી કરતા કાર્યકર્તાઓ. પી.ટી.આઇ.

તામિલનાડુમાં ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓમાં ડીએમકેના નેતૃત્ત્વ હેઠળનું ગઠબંધન ભવ્ય વિજય મેળવવા જઈ રહ્યું છે, તે સાથે રાજ્યમાં દસ વર્ષ બાદ સત્તાપલટો આવશે.

રાજ્યની ૨૩૪ વિધાનસભા બેઠકોમાંથી ડીએમકે ૧૨૧ બેઠકોમાં આગળ છે અને જો આ પ્રવાહ ચાલુ રહ્યો તો તે કોઈની સહાય વિના જ સરકાર રચી શકે છે. પક્ષની આગેવાની હેઠળનું ગઠબંધન  બેઠકોમાં આગળ છે બીજી તરફ એઆઇએડીએમકેની આગેવાની હેઠળનો મોરચો પાછળ (એઆઇએડીએમકે , બીજેપી  અને પીએમકે ). 

‘ડીએમકેના ઇતિહાસમાં એક નવું પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે,’ તેમ સ્ટાલિને એક યાદીમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગની બેઠકોમાં ડીએમકેના નેતૃત્ત્વના જોડાણના આગળ પડતાં સ્થાન પરથી એ સ્પષ્ટ થાય છે કે પક્ષ આગામી સરકાર રચશે.

તામિલનાડુમાં ઘણાં વર્ષો પછી સ્ટાલિન દ્રવિડ નૉન-ફિલ્મી હીરો

કરુણાનિધિ અને જયલલિતાની ગેરહાજરીમાં ડીએમકેને તામિળનાડુ ચૂંટણીનાં વલણમાં સ્પષ્ટ બહુમતી મળતી હોય એવું લાગે છે, એટલે કે સ્ટાલિન દ્રવિડ રાજકારણનો સૌથી મોટો ચહેરો છે.

તામિલનાડુમાં એમ. કે. સ્ટાલિનનો જાદુ ચાલ્યો છે. દ્રવિડ રાજકારણના નેતા ડીએમકેના જોડાણે ૨૩૪માંથી ૧૩૮ બેઠકો પર લીડ મેળવી હતી. ગઈ વિધાનસભાની ચૂંટણીઓની તુલનામાં ૩૫થી ૪૦ બેઠકોથી એનો ફાયદો થતો હોય એવું લાગે છે.

કેટલાક દાયકા પછી પ્રથમ વખત તામિલનાડુમાં ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં ડીએમકેની આ કામગીરી સ્ટાલિનને રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત કરશે. સ્ટાલિનને દ્રવિડ રાજકારણનો પહેલો નૉન-ફિલ્મી હીરો માનવામાં આવે છે.

ડીએમકેના સ્ટાલિન અને એઆઇએડીએમકેના ઇકે પલાનીસ્વામી ઉપરાંત એનટીકેના સીમન, એમએનએમના કમલ હાસન અને એએમએમકેના ટીટીવી દિનકરનને રાજ્યમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર માનવામાં આવ્યા હતા.

તામિલનાડુને બાદ કરતાં બધાં રાજ્યોમાં કૉન્ગ્રેસને મળી હતાશા : શશી થરુર

પાંચ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીમાં તામિલનાડુને બાદ કરતાં અન્ય રાજ્યોમાં કૉન્ગ્રેસના ધબડકાને પક્ષના નેતા શશી થરુરે હતાશાજનક ગણાવ્યો હતો. તામિલનાડુમાં ૧૦ વર્ષના ગાળા પછી ડીએમકે અને કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર રચશે. શશી થરુરે ટ્વિટર પર લખેલી કમેન્ટમાં કૉન્ગ્રેસે કેરલામાં ડાબેરી મોરચાને જોરદાર લડત આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કૉન્ગ્રેસના કાર્યકરોને હિંમત હાર્યા વગર ભવિષ્ય માટે સજ્જ થવાનો અનુરોધ કર્યો હતો. 

તામિલનાડુ
કુલ બેઠકો - ૨૩૪
બહુમતીનો આંક - ૧૧૮

national news tamil nadu aiadmk