ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવીને ૧૦ જાન્યુઆરી કરાઈ

31 December, 2020 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવીને ૧૦ જાન્યુઆરી કરાઈ

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે લોકોને ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ભરવા માટેની સમયમર્યાદા બુધવારે ૧૦ દિવસ લંબાવીને ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધીની કરી હતી.

બિઝનેસ દ્વારા ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા પણ લંબાવીને ૧૫ ફેબ્રુઆરી સુધીની કરાઈ હતી, એમ નાણામંત્રાલયે યાદીમાં જણાવ્યું હતું. આ સાથે સરકારે આઇટીઆર ફાઇલ કરવાની સમયમર્યાદા ત્રીજી વખત લંબાવી છે. આ અગાઉ સામાન્ય મર્યાદા ૩૧ જુલાઈથી લંબાવીને ૩૦ નવેમ્બર ૨૦૨૦ અને ત્યાર બાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ડાયરેક્ટ ટૅક્સ વિવાદ નિવારણ યોજના વિવાદ સે વિશ્વાસ હેઠળ ડિક્લેરેશન ફાઇલ કરવા માટેની તારીખ એક મહિનો લંબાવીને ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ કરવામાં આવી છે. સાથે જ નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ માટેનું જીએસટી વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે મહિના લંબાવીને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ કરાઈ છે.

૧૦ જાન્યુઆરી સુધીની સમયમર્યાદા નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ માટેનું આઇટીઆર ફાઇલ કરવા માટેની છે અને એ સમયમર્યાદા જેમના અકાઉન્ટનું ઑડિટિંગ કરવાની જરૂર ન હોય અને જે લોકો સામાન્યપણે આઇટીઆર-૧ કે આઇટીઆર-૪ ફોર્મથી તેમનું રિટર્ન ફાઇલ કરતા હોય તેમના માટે છે.

national news income tax department