નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્ટૅલિને હાજરી ન આપી તો BJPએ કહ્યું, માફી માગો

09 April, 2025 06:59 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

BJPએ તીખી પ્રતિક્રિયા આપી અને તેમના પર વડા પ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે BJPએ સ્ટૅલિનને માફી માગવાની પણ માગણી કરી હતી.

મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન

તામિલનાડુમાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન સામેલ ન થયા એને કારણે BJPએ તીખી પ્રતિક્રિયા આપી અને તેમના પર વડા પ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે BJPએ સ્ટૅલિનને માફી માગવાની પણ માગણી કરી હતી.

narendra modi tamil nadu bharatiya janata party political news national news news