અનુપમ મિત્તલે સવાલ ઉઠાવ્યો કે...

16 August, 2024 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સે ૪૨,૦૦૦ જેટલા કર્મચારીને છૂટા કર્યા છે, પણ કેમ ક્યાંય એની ચર્ચા નથી થતી?

અનુપમ મિત્તલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં ૪૨,૦૦૦ એટલે કે ૧૧ ટકા કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા છે, પરંતુ આ સંદર્ભે ક્યાંય કોઈ ચર્ચા કે વાત ન થતાં શાદી ‍ડૉટકૉમના સંસ્થાપક અને શાર્ક અનુપમ મિત્તલે તાજેતરમાં ‘ઍક્સ’ પર આ મુદ્દો છંછેડ્યો છે. તેમણે પોસ્ટમાં મીડિયાને પણ સવાલ પૂછ્યો છે કે આ સંદર્ભે ક્યાંય કોઈ સમાચાર કેમ નથી? મિત્તલે લખ્યું છે કે ‘42k? આ સમાચાર વિશે મૌન કેમ? આર્થિક અને રાજકીય વર્તુળોમાં ગંભીર ખતરાનો અલાર્મ વાગવો જોઈએ.’ તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા વર્ષ કરતાં ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષમાં ૪૨,૦૦૦ કર્મચારીને છૂટા કર્યા હતા. આ કૉસ્ટ અફિશ્યન્સી ડ્રાઇવ હોવાનું કહેવાયું છે. વર્ષ ૨૦૨૩-’૨૪માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કુલ ૩,૪૭,૦૦૦ કર્મચારી હતા, જ્યારે ૨૦૨૨-’૨૩માં ૩,૮૯,૦૦૦ કર્મચારી હતા. કંપનીના વાર્ષિક અહેવાલ પ્રમાણે ૧,૭૦,૦૦૦ નવા કર્મચારીની ભરતી કરવામાં આવી છે અને એ પણ એક તૃતીયાંશ કરતાં ઓછી છે. ૨૦૨૩-’૨૪માં રિલાયન્સના રીટેલ ડિવિઝનમાં  ૨,૦૭,૦૦૦ લોકોને નોકરી અપાઈ હતી જે ગયા વર્ષના ૨,૪૫,૦૦૦ કરતાં વધુ છે અને કંપનીની વર્કફોર્સ ૬૦ ટકા છે.

reliance mukesh ambani national news life masala