જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર મરાયા

07 May, 2023 11:22 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી એકે-૫૬ રાઇફલ, ચાર મૅગેઝિન્સ, ૫૬ બુલેટ્સ અને એક ૯ એમએમની પિસ્તોલ તેમ જ ત્રણ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે

બારામુલ્લા જિલ્લામાં ગઈ કાલે કુંઝેર એરિયામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમ્યાન સુરક્ષા દળો (તસવીર : પી.ટી.આઇ.)

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લા જિલ્લામાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેનાં બે અલગ-અલગ એન્કાઉન્ટર્સમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા.

આર્મીએ કહ્યું હતું કે રાજૌરી જિલ્લામાં ગાઢ જંગલ એરિયામાં ચાલી રહેલા ઑપરેશન દરમ્યાન ગઈ કાલે એક આતંકવાદી ઠાર મરાયો હતો અને બીજો આતંકવાદી ઇન્જર્ડ થયો હોવાની શક્યતા છે.

ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી એકે-૫૬ રાઇફલ, ચાર મૅગેઝિન્સ, ૫૬ બુલેટ્સ અને એક ૯ એમએમની પિસ્તોલ તેમ જ ત્રણ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બારામુલ્લાના કરહામા કુંઝેર એરિયામાં આતંકવાદીઓની હાજરી વિશે ઇન્પુટ્સ મળ્યાં બાદ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે આતંકવાદ વિરોધી ઑપરેશન દરમ્યાન રાજૌરીમાં આઇઈડી બ્લાસ્ટ થવાના કારણે પાંચ જવાન શહીદ થયા હતા, જેઓ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટેના સ્પેશ્યલ ફોર્સમાં તહેનાત હતા.

આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે ‘ઑપરેશન ​ત્રિનેત્ર’ના ભાગરૂપે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. 

national news jammu and kashmir indian army