30 March, 2025 03:38 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોએ બે અલગ-અલગ અથડામણમાં ૧૭ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં ૧૧ મહિલાઓ સામેલ હતી. મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યાં હતાં. અન્ય નક્સલીઓની શોધખોળ ચાલી રહી છે. આ કાર્યવાહી કેન્દ્ર અને રાજ્ય સરકારની નક્સલવાદને ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીમાં ખતમ કરવાની રણનીતિ હેઠળ કરવામાં આવી હતી. આ ઑપરેશનમાં ચાર જવાન ઘાયલ થયા હતા.