07 October, 2022 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરુણ બાલી (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
પીઢ અભિનેતા અરુણ બાલી (Arun Bali)નું ૭૯ વર્ષની વયે મુંબઈમાં નીધન થયું છે. આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે.
અભિનેતા અરુણ બાલીની ટેલિવિઝન અને સિનેમા બંનેમાં સફળ કારકિર્દી હતી. તેમણે અવિભાજિત બંગાળના મુખ્ય પ્રધાન હુસેન શહીદ સુહરાવર્દીની વિવાદાસ્પદ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ `હે રામ`માં ભૂમિકા ભજવી હતી. તેમણે `સ્વાભિમાન`માં કુંવર સિંહ અને વર્ષ ૧૯૯૧ના પીરિયડ ડ્રામા `ચાણક્ય`માં કિંગ પોરસની ભૂમિકા માટે પણ જાણીતા છે.
૨૦૦૦ના દાયકામાં અરુણ બાલી ટીવી અને સિનેમામાં "દાદાજી"ની ભૂમિકાઓ માટે લોકપ્રિય બન્યા હતા. તેઓ `થ્રી ઈડિયટ્સ`, `કેદારનાથ`, `પાનીપત`, `રેડી`, `ફૂલ ઔર અંગાર` અને બીજી ઘણી ફિલ્મો માટે જાણીતો છે. તેઓ છેલ્લે `લાલ સિંહ ચઢ્ઢા`માં જોવા મળ્યા હતા. તેમજ આજે રિલીઝ થયેલી ફિલ્મ `ગુડબાય`માં પણ અરુણ બાલી જોવા મળશે.
ટેલિવિઝનમાં પણ અરુણ બાલીએ ખૂબ કામ કર્યું છે. ‘દૂસરા કેવલ’, ‘કૂમકૂમ’ ‘ચાણક્ય’, ‘મર્યાદા’, ‘કિસ દેસ મેં નિકલા હોગા ચાંદ’, ‘માયકા’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘સ્વાભિમાન’, ‘નીમ કા પેડ’, ‘POW બંદી યુદ્ધ’ સહિત અનેક સિરિયલોમાં કામ કર્યું છે.
ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્રે અરુણ બાલીની ખોટ કોઈ નહીં પુરી શકે.
અરુણ બાલીના નિધનના સમાચાર મળતા જ ફૅન્સ અને સેલેબ્ઝ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.