રુબીનાને મળી ડબલ સરપ્રાઇઝ, આપશે ટ્‍‍વિન્સને જન્મ

01 December, 2023 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રુબીના હાલમાં પ્રેગ્નન્સીને એન્જૉય કરી રહી છે. તેણે ૨૦૧૮માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ‘બિગ બૉસ 14’માં ભાગ લીધો હતો.

રૂબીના દિલાઇક

રુબીના દિલૈકને ડબલ સરપ્રાઇઝ ત્યારે મળી જ્યારે તેને જાણ થઈ કે તે ટ્‍‍વિન્સને જન્મ આપવાની છે. રુબીના હાલમાં પ્રેગ્નન્સીને એન્જૉય કરી રહી છે. તેણે ૨૦૧૮માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ‘બિગ બૉસ 14’માં ભાગ લીધો હતો. એમાં રુબીના વિજેતા બની હતી. રુબીનાએ ઝીટીવી પર આવતા શો ‘છોટી બહૂ’થી કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘પુનર્વિવાહ’, ‘સાસ બિના સસુરાલ’, ‘દેવોં કે દેવ મહાદેવ’ અને ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’માં કામ કર્યું હતું. હવે તે પ્રેગ્નન્સીને લઈને પોતાનો અનુભવ તેના યુટ્યુબ ચૅનલ પર આવતા ‘કિસીને બતાયા નહીં’ શોના માધ્યમથી જણાવશે. પહેલા એપિસોડમાં રુબીના કહી રહી છે કે ‘મારો એપિસોડ એ મમ્મીઓને સમર્પિત છે જે એક કરતાં વધુ બેબીને જન્મ આપવાની છે. એ તમામ મમ્મીઓ જે ટ્‍‍વિન્સ કે પછી ટ્રિપ્લેટ્સને કૅરી કરતી વખતે જે પણ તકલીફ વેઠી રહી છે એના પર મારો એપિસોડ છે. હું તમને સૌને જણાવવા માગું છું કે હું પણ ટ્‍‍વિન્સને જન્મ આપવાની છું. અમને પહેલી વખત જ્યારે જાણ થઈ કે મને ટ્‍‍વિન્સ છે એ વખતે અભિનવના ચહેરા પરનાં એક્સપ્રેશન જે હતાં એ મને આજે પણ યાદ છે. તેણે કહ્યું કે કેવી રીતે શક્ય છે? તો મેં કહ્યું કે આ જ સાચી વાત છે. અમે જ્યારે ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે અમે એકબીજા સાથે વાત નહોતી કરી, કારણ કે અમે અતિશય ઉત્સાહી અને ખુશ હતાં. અમારા માટે આ ડબલ સરપ્રાઇઝ હતી. અમે મ્યુઝિક નહોતાં સાંભળતાં, ન તો ફોન પર વાત કરતાં કેમ કે અમને આ વાત વ્યક્ત કરવામાં કે સમજમાં જ નહોતી આવતી. એ વાત સ્વીકારવામાં અમને ઘણો સમય લાગ્યો હતો.’

rubina dilaik entertainment news television news