13 February, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ટીવીની જાણીતી ઍક્ટ્રેસ સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાચાર આપ્યા છે કે તે હવે મમ્મી બનવાની છે. સુરભિએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે જેમાં સુરભિ અને તેના પતિ સુમિત સુરીના પગ દેખાઈ રહ્યા છે અને વચ્ચે નાના બાળકનાં શૂઝ રાખેલાં છે.
સુરભિએ પોતાની આ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, ‘ૐ! અમારી જિંદગીની સૌથી સુંદર સફર હવે શરૂ થવા જઈ રહી છે. અમારો નાનકડો પ્રેમ આ જૂનમાં આવવાનો છે.’
સુરભિ જ્યોતિએ ૨૦૨૪ની ૨૭ ઑક્ટોબરે પોતાના બૉયફ્રેન્ડ અને ઍક્ટર સુમિત સૂરિ સાથે પાંચ વર્ષના ડેટિંગ પછી ઉત્તરાખંડના જિમ કૉર્બેટમાં ભવ્ય અને યાદગાર સમારંભમાં લગ્ન કર્યાં હતાં. હવે આ કપલ જૂનમાં પોતાના બાળકનું સ્વાગત કરવા તૈયાર છે.