`બિગ બૉસ 17` ફેમ મુનાવર ફારુકીએ કર્યા બીજા લગ્ન, પણ કોણ છે દુલ્હન?

27 May, 2024 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Munawar Faruqui gets Married Again: અહેવાલ મુજબ, મુનાવરે 10-12 દિવસ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને લગ્નમાં માત્ર પરિવારના ખૂબ જ નજીકના સગા અને મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા.

મુનાવર ફારુકી

એક લોકપ્રિય સ્ટેન્ડ અપ કોમેડિયન, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અને `બિગ બૉસ 17` વિજેતા મુનાવર ફારુકી (Munawar Faruqui gets Married Again) તેની પર્સનલ લાઈફ અને વિવાદોને લીધે ચર્ચામાં રહે છે. `બિગ બૉસ 17` નો વિનર બન્યા બાદ મુનાવર ફારુકી અનેક મોટા વિવાદો સપડાયો હતો તેમ જ હવે મુનાવરની લાઈફને લઈને એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે ફરી એક વખત તેના કેરેક્ટરને લઈને ચર્ચા શરૂ થઈ છે.

તાજેતરના એક અહેવાલ મુજબ, મુનાવર ફારુકી બીજા લગ્ન કરી લીધા છે અને હવે તે તેના નવા લગ્ન જીવનમાં ખુશ છે એવું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ, મુનાવરે 10-12 દિવસ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને તેમના લગ્નમાં (Munawar Faruqui gets Married Again) માત્ર પરિવારના ખૂબ જ નજીકના સગા અને મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. મુનાવરના બીજા લગ્ન બાબતે સોશિયલ મીડિયા પર તેના એક ફેન પર અનેક દાવા કરવામાં આવ્યા હતા, પણ હવે આ અંગે મુનાવરના એક નજીકના વ્યક્તિએ આ વાત ખરી હોવાનું કબૂલ્યું હતું. આ વ્યકતીના જણાવ્યા મુજબ, મુનાવરે મુંબઈના આઇટીસી મરાઠા હોટલમાં નજીકના સગા અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. મુનાવરે તેના લગ્નને ગુપ્ત રાખવા માગતો હતો જેથી તેણે બીજા લગ્નની કોઈપણ તસવીરો સોશિયલ મીડિયા પર શેર નથી કરી એવું પણ સૂત્રોએ કહ્યું હતું.

સૂત્રોની માહિતી મુજબ મુનાવર ફારુકીએ મેહઝબીન કોટવાલ (Munawar Faruqui gets Married Again) નામની એક મેકઅપ આર્ટિસ્ટ સાથે લગ્ન કર્યાં છે. મુનાવરની ક્લોઝ ફ્રેન્ડ અભિનેત્રી હિના ખાને આ લગ્નમાં હાજરી આપી હતી. તેમ જ હિનાએ થોડા દિવસ પહેલા "મેરે યાર કી શાદી હૈ" ગીત સાથે પોતાની એક સેલ્ફી શેર કરી હતી.

મુનાવરની `બિગ બોસ 17` માં (Munawar Faruqui gets Married Again) એક સ્પર્ધક તરીકે આવતા અનેક વિવાદો થયા હતા. મુનાવરની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાને આરોપ મૂક્યો હતો કે મુનાવરે તેને છેતરપીંડી કરી હતી. મુનાવરે આ મામલે કબૂલાત પણ કરી હતી. બીજી તરફ, મુનાવરની એક્સ ગર્લફ્રેન્ડ નાઝિલા સિતાશીએ પણ મુનાવરન સામે છેતરપીંડીનો આરોપ કર્યો હતો. ગયા 10-12 દિવસ પહેલા મુનાવરે મેકઅપ આર્ટિસ્ટ મેહઝબીન કોટવાલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા, એવા સમચાર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જોકે આ મામલે મુનાવરે કે તેની સાથે જોવા મળતી કોઈપણ વ્યકતીએ ખુલાસો કર્યો નથી અને મુનાવર અને મેહઝબીનના લગ્નની કોઈપણ તસવીર કે વીડિયો સામે આવી નથી અને મુનાવરે પણ આ બાબતે કોઈપણ સત્તાવાર જાહેરાત કરી નથી.

munawar faruqui Bigg Boss television news indian television celebrity wedding entertainment news