કેબીસી 12ની જગ્યાએ ક્યોં ઉત્થે દિલ છોડ આયે

11 January, 2021 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેબીસી 12ની જગ્યાએ ક્યોં ઉત્થે દિલ છોડ આયે

સોની ટીવી પર નવો ફિક્શન ડ્રામા ‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે?’ લૉન્ચ થવાનો છે જે આઝાદીના સમયગાળા દરમ્યાનનું  બૅકડ્રૉપ ધરાવે છે. ‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે?ની વાર્તા ત્રણ યુવતીઓ અમૃત, વશમા અને રાધા પર કેન્દ્રિત છે. ૧૯૪૭માં જ્યારે

લાહોર હિન્દુસ્તાનનો ભાગ હતો ત્યારે આ ત્રણેય યુવતીઓને નવોસવો પ્રેમ થાય છે, કેટલીક મહતત્ત્વાકાંક્ષા અને સપનાં લઈને તેઓ જીવે છે, પણ ભાગલા પછી તેમની જિંદગીમાં કેવા બદલાવ આવવાના છે એ

વાતથી તેઓ અજાણ છે. શોમાં અમૃત, વશમા અને રાધા તરીકે અનુક્રમે ગ્રેસી ગોસ્વામી, આંચલ સાહુ, પ્રણાલી રાઠોડ જોવા મળશે, તો ‘હમારી બહૂ સિલ્ક’ ફેમ ઝાન ખાન અને ‘તુઝસે હૈ રાબ્તા’ ફેમ શગૂન પાંડે મેલ લીડમાં છે.

‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે?’નું નિર્માણ શશી સુમીત પ્રોડક્શન દ્વારા થયું છે જેમના હાલમાં ‘બૅરિસ્ટર બાબુ’, ‘શાદી મુબારક’, ‘તેરા યાર હૂં મૈં’ જેવા શો ઑન-ઍર છે. ૨૫ જાન્યુઆરીથી ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’ની જગ્યાએ ‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે?’ શરૂ થવાનો છે.

entertainment news indian television television news tv show sony entertainment television