18 July, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિમેશ રેશમિયા
હિમેશ રેશમિયા ‘સા રે ગા મા પા’ની આગામી સીઝનમાં જજની ખુરસી સંભાળવાને લઈને ખૂબ એક્સાઇટેડ છે. ટૅલન્ટને દેખાડતો રિયલિટી શો લોકોને ખૂબ પસંદ છે. આ શોના માધ્યમથી સિંગર્સને મ્યુઝિકના ક્ષેત્રે કરીઅર બનાવવાની તક મળે છે. ઝીટીવી પર આ શો ટૂંક સમયમાં શરૂ થશે. એ વિશે હિમેશ રેશમિયાએ કહ્યું કે ‘સા રે ગા મા પામાં ફરીથી આવવાની ખુશી છે. ભૂતકાળમાં મેં અનેક સીઝનને જજ કરી છે. હું સતત આવતો રહીશ, કેમ કે આ શો મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ શો અનેક ટૅલન્ટેડ સિંગર્સને સંગીતના ક્ષેત્રે કરીઅર બનાવવા માટે પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. આ સીઝનમાં પણ સ્પર્ધકોને ખાસ તક આપવામાં આવશે, કેમ કે ‘સિંગર ઑફ ધ વીક’ને ઝી મ્યુઝિક કંપની સાથે મળીને પોતાના ઓરિજિનલ ગીતને રિલીઝ કરવાની તક મળશે. ચૅનલની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભારતના ટૅલન્ટેડ સ્પર્ધકોની અદ્ભુત જર્નીને નિહાળવા માટે આતુર છું, કેમ કે તેઓ દેશના લોકોનાં દિલ જીતવા માટે જંગ લડવાના છે.’