ગૌરવ ખન્નાએ ધમાકેદાર રીતે ઊજવી ૪૪મી વર્ષગાંઠ

13 December, 2025 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 19’માં વિજેતા નીવડેલા ગૌરવ ખન્નાનો ગુરુવારે બર્થ-ડે હતો. ગૌરવે પોતાની આ ૪૪મી વર્ષગાંઠ ‘બિગ બૉસ 19’ના સ્પર્ધકો સાથે ઊજવી હતી અને એક રીતે આ ઉજવણી તેમના માટે એક રીયુનિયન જેવી બની ગઈ હતી.

ગૌરવ ખન્નાએ ધમાકેદાર રીતે ઊજવી ૪૪મી વર્ષગાંઠ

‘બિગ બૉસ 19’માં વિજેતા નીવડેલા ગૌરવ ખન્નાનો ગુરુવારે બર્થ-ડે હતો. ગૌરવે પોતાની આ ૪૪મી વર્ષગાંઠ ‘બિગ બૉસ 19’ના સ્પર્ધકો સાથે ઊજવી હતી અને એક રીતે આ ઉજવણી તેમના માટે એક રીયુનિયન જેવી બની ગઈ હતી. ગૌરવ ખન્નાએ આ સેલિબ્રેશનમાં મસમોટી કેક કાપી હતી અને તે આ પાર્ટીમાં પત્ની આકાંક્ષા ચમોલા સાથે સ્વીટ ક્ષણો માણતો જોવા મળ્યો હતો.

ગૌરવ ખન્ના સાથેના અફેરની વાત કરનારાને બરાબર જવાબ આપ્યો નિધિ શાહે
ટીવી-સિરિયલ ‘અનુપમા’માં અગાઉ કિંજલ શાહનું પાત્ર ભજવતી નિધિ શાહ અને એમાં પહેલાં અનુજ કાપડિયાનું પાત્ર ભજવતો ગૌરવ ખન્ના હાલ ચર્ચામાં છે. એક નેટિઝને દાવો કર્યો હતો કે નિધિનું તેના કો-ઍક્ટર ગૌરવ ખન્ના સાથે અફેર હતું. ગૌરવ પરિણીત છે અને તેની પત્ની આકાંક્ષા ચમોલા છે. આ અફવા વિશે ગૌરવે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ નિધિએ આકરો જવાબ જરૂર આપ્યો હતો.

આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સોશ્યલ મીડિયા યુઝર્સે જોયું કે નિધિએ ગૌરવ ખન્ના વિશેની એક સોશ્યલ મીડિયા પોસ્ટ ‘લાઇક’ કરી છે જેમાં લખ્યું હતું કે ગૌરવ ‘બિગ બૉસ 19’ જીતવા માટે લાયક નહોતો. નિધિએ આ પોસ્ટ લાઇક કરતાં જ તેમના કથિત અફેર વિશે વાતો શરૂ થઈ ગઈ. આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતાં લખી દીધું કે ‘અનુપમા દરમ્યાન બન્નેનું અફેર ચાલી રહ્યું હતું.’ જોકે નિધિએ તરત જ કડક રીતે જવાબ આપતાં કહ્યું કે ‘હા, તું જ બધી વાત સારી રીતે જાણે છે.’ આમ આ જવાબથી નિ​ધિએ અફવાઓ ફેલાવનારાની બોલતી જ બંધ કરી દીધી.

gaurav khanna anupamaa Bigg Boss bigg boss 19 entertainment news happy birthday television news indian television