‘બિગ બૉસ 16’માં હશે ઍક્વા થીમ?

29 July, 2022 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 15’માં તેજસ્વી પ્રકાશ વિજેતા બની હતી

‘બિગ બૉસ 16’ની થીમ ઍક્વા

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ‘બિગ બૉસ 16’ની થીમ ઍક્વા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ‘બિગ બૉસ 15’માં તેજસ્વી પ્રકાશ વિજેતા બની હતી અને હવે આ શોની નવી સીઝનની તૈયારી ચાલી રહી છે. હાલમાં શો માટેનો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ શોને સપ્ટેમ્બર એન્ડમાં અથવા તો ઑક્ટોબરની શરૂઆતમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. છેલ્લી સીઝનમાં જંગલની થીમ રાખવામાં આવી હતી અને હવે આગામી સીઝનમાં એ ઍક્વા થીમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી આ શોના સેટમાં ગોલ્ડ અને બ્લુ કલર વધુ જોવા મળશે. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે ‘ઝલક દિખલા જા’ને કારણે ‘બિગ બૉસ 16’ને નવેમ્બરમાં રજૂ કરવામાં આવશે, પરંતુ હવે એને એના ટાઇમ પર જ લઈને આવવામાં આવશે. આ શોમાં અર્જુન બિજલાણી, સાન્યા ઈરાની અને દિવ્યાંકા ​િત્રપાઠી દહિયા જેવી સેલિબ્રિટીઝ જોવા મળશે એવી ચર્ચા છે.

entertainment news Bigg Boss bigg boss 15 Salman Khan