22 August, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતી સિંહ
કૉમેડિયન ભારતી સિંહને સોમવારે રક્ષાબંધનમાં ભાઈઓ તરફથી ખૂબ કૅશ મળી હતી. તેનું કહેવું છે કે તેણે તહેવારમાં ભાઈઓને લૂંટી લીધા હતા. ભારતી ‘લાફ્ટર શેફ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના સેટ પર પાપારાઝી સાથે વાત કરી રહી હતી કે રક્ષાબંધનમાં તેને ભાઈઓએ ખૂબ પૈસા આપ્યા હતા. તો પાપારાઝી તેને કહે છે કે અમે પણ તમારા ભાઈઓ છીએ. તો તેમની સાથે મજાક કરતાં ભારતી કહે છે કે તો પછી દરેકે મને ૫૦૦ રૂપિયા આપવા જોઈએ. રક્ષાબંધન વિશે ભારતી સિંહ કહે છે, ‘મને ખૂબ પૈસા મળ્યા હતા. પંજાબ અને અહીં રહેતા મારા ભાઈઓને તો મેં લૂંટી લીધા છે. મને એવું લાગે છે કે આપણે ભાઈઓ પાસેથી ગિફ્ટ ન માગવી જોઈએ, કારણ કે એમાં તેમને ખબર નથી પડતી. એથી તેઓ કૅશ આપે એ જ સારું છે.’