29 January, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતી અને હર્ષે પોતાના પુત્રનું નામ યશવીર રાખ્યું
કૉમેડિયન ભારતી સિંહ ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરે બીજા દીકરાની મમ્મી બની હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી પોતાના જીવનની નાની-મોટી દરેક વાત તે પોતાના વ્લૉગ્સ દ્વારા ફૅન્સ સાથે શૅર કરતી આવી છે. ભારતી અને તેનો પરિવાર લાડથી નાના દીકરાને કાજુ કહીને બોલાવે છે. હવે ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ તેમના નાના દીકરાનું નામ જાહેર કર્યું છે. ભારતી અને હર્ષે પોતાના પુત્રનું નામ યશવીર રાખ્યું છે. ભારતીએ પરિવાર સાથેની તસવીરો શૅર કરીને દીકરાનું નામ જાહેર કર્યું, પરંતુ આ દરમ્યાન તેણે દીકરાનો ચહેરો દેખાડ્યો નહોતો. ભારતી અને હર્ષે પોતાના મોટા દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું છે, તેને તેઓ પ્રેમથી ગોલા કહે છે.