04 July, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પૉવેલે નાણાનીતિ બાબતે સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો એને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે નોંધપાત્ર ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૮૭ ટકા (૩૧૧૧ પૉઇન્ટ) ઘટીને ૭૭,૨૨૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૦,૩૩૪ ખૂલીને ૮૦,૯૬૦ની ઉપલી અને ૭૭,૨૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટ્રોન સિવાયના ઇન્ડેક્સના તમામ ઘટક કૉઇન ઘટ્યા હતા. ઇથેરિયમ, બિટકૉઇન, અવાલાંશ અને બીએનબી ૩થી ૫ ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
દરમ્યાનન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિટગેટે નિયમન હેઠળનું ક્રિપ્ટો એક્સચેન્જ ચલાવવા માટેનું લાઇસન્સ મેળવીને પોતાની હાજરી વિસ્તારવા ભારતના ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ સાથે વાટાઘાટ શરૂ કરી છે. આ જ રીતે સ્ટેબલકૉઇનના ઇશ્યુઅર ટીથરે ટર્કીમાં પ્રવેશ કર્યો છે. એણે સ્થાનિક ક્રિપ્ટો સ્ટાર્ટઅપ બીટીગુરુ સાથે સમજૂતીપત્રક પર હસ્તાક્ષર કર્યા છે.
બીજી બાજુ, જર્મનીની મોટી કંપનીઓએ હોલસેલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)નો ઉપયોગ કરીને ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજી પર આધારિત બે ટોકનાઇઝ્ડ બૉન્ડ ઇશ્યુ કર્યાં છે.