નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર: ૨૦થી ૨૪ ડિસેમ્બર મહત્ત્વની ટર્નિંગ

16 December, 2024 08:35 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૨૩૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૩૦.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૨૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૧૩૩.૧૨ બંધ રહ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૨૩૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૩૦.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૨૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૧૩૩.૧૨ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૩૧૮ ઉપર ૮૨,૫૪૦, ૮૩,૧૧૦, ૮૩,૬૯૦, ૮૪,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧,૪૭૦ નીચે ૮૧,૦૦૦, ૮૦,૦૮૨ તૂટે તો ૭૯,૯૦૦, ૭૯,૫૬૦, ૭૯,૨૧૦, ૭૮,૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે. તા. ૨૦થી ૨૪ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ટૉપ-બૉટમનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. શુક્રવારે આવેલો ઉછાળો વેચાણ કાપણી થકી હોવાથી શંકાસ્પદ જણાય છે. સાવચેત રહેવું હિતાવહ.

નિફ્ટી ફ્યુચર દૈનિક ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે.  લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (VOLUME = ત્રિકોણની અંદર જેમ-જેમ ભાવોની વધ-ઘટ સંકડાતી જાય છે એમ-એમ વૉલ્યુમ એટલે કે સોદાનું પ્રમાણ ઘટતું જાય છે પણ પૅટર્ન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ લાઇનમાંથી આવતા બ્રેકઆઉટ વખતે વૉલ્યુમ વધારે હોવું જોઈએ. રિટર્ન મૂવ વખતે વૉલ્યુમ ઓછું હોવું જોઈએ અને જ્યારે પાછલો મૂળ ટ્રેન્ડ ચાલુ થાય ત્યારે વૉલ્યુમ વધવું જોઈએ. વૉલ્યુમ વિશેના બે અગત્યના મુદ્દા આ મુજબ છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૫૮૧.૭૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

લ્યુપીન (૨૦૭૬.૭૫): ૨૩૧૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૦૬ ઉપર ૨૧૧૨, ૨૧૩૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૦૪૧ નીચે ૨૦૦૨, ૧૯૮૬ અને ૧૯૮૬ તૂટે તો ૧૯૫૦, ૧૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે.

બજાજ ફાઇનૅન્સ (૭૧૮૨.૮૦): ૬૪૫૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨૧૭ ઉપર ૭૨૨૩ કુદાવે તો ૭૩૧૦, ૭૩૯૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૧૩૭ નીચે ૭૦૫૧, ૭૦૦૦ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૬૨૫.૮૦): ૪૯,૮૧૭.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૯૯૫ કુદાવે તો ૫૪,૦૪૦, ૫૪,૩૪૦, ૫૪,૬૪૦, ૫૪,૯૪૦, ૫૫,૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૨,૩૮૦ નીચે નબળાઈ સમજવી.

નિફ્ટી ફ્યુચર (૨૪,૮૩૦.૭૫)


૨૩,૨૭૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૩૦ કુદાવે તો ૨૫,૦૪૦, ૨૫,૨૧૦, ૨૫,૩૪૦, ૨૫,૪૨૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૫૮૦ નીચે ૨૪,૨૩૧ તૂટે તો ૨૪,૨૦૦, ૨૪,૧૦૦, ૨૪,૦૦૦, ૨૩,૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઇન્ફોસિસ (૧૯૯૯.૭૦)


૧૭૧૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૦૭ ઉપર ૨૦૪૦થી ૨૧૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯૫૨ નીચે ૧૯૪૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૧૨૭૨.૮૫)


૧૩૨૯.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૨૯૦ ઉપર ૧૩૧૦, ૧૩૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૫૪ નીચે ૧૨૩૯, ૧૨૧૫ના સપોર્ટ તૂટે તો ૧૧૭૬, ૧૧૩૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

nifty sensex share market stock market bombay stock exchange bajaj reliance infosys business news