07 October, 2024 09:17 AM IST | Mumbai | Ashok Trivedi
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૧૨૯.૬૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૧૭૧.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૧૭૩.૮૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૮૮૩.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૬૮૮.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૮૫૦ ઉપર ૮૨,૧૬૫, ૮૨,૪૮૫, ૮૨,૮૦૦, ૮૩,૧૨૦, ૮૩,૩૬૮, ૮૩,૭૫૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૫૩૨ નીચે ૮૧,૨૧૫, ૮૦,૮૯૫ સુધીની શક્યતા જોવા મળશે. માંચડો પોતાના જ ભારથી તૂટ્યો છે. બૅન્કની પૉલિસી પર નજર રાખવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (વિવિધ પ્રકારની ચાર્ટ પૅટર્નને અલગ-અલગ ભાગમાં વિભાજિત કરવામાં મુશ્કેલી પડતી હોય છે. દાખલા તરીકે ટ્રાયેન્ગલ પૅટર્ન મુખ્યત્વે કન્ટિન્યુએશન પૅટર્ન ગણાય, પણ ઘણી વાર એ લૉન્ગ ટર્મ ચાર્ટ પર માર્કેટના ટૉપ અથવા બૉટમ વખતે જોવા મળે છે અને રિવર્સલ પૅટર્ન તરીકે કામ આપે છે. ભલે હેડ ઍન્ડ શોલ્ડર્સ પૅટર્ન રિવર્સલ પૅટર્ન તરીકે ચાર્ટિસ્ટોની માનીતી છે, પણ ઘણી વાર એ કન્ટિન્યુએશન પૅટર્ન તરીકે પણ જોવા મળે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૬૯૪.૨૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
એમ્ફેસિસ (૨૮૪૬.૬૦):
૩૧૫૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૬૩ ઉપર ૩૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૩૬ નીચે ૨૮૮૮, ૨૮૫૦, ૨૮૧૫, ૨૭૭૬, ૨૭૩૮ સુધીની શક્યતા જોવા મળશે.
એચડીએફસી બૅન્ક (૧૬૫૭.૬૫):
૧૭૮૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૫ ઉપર ૧૬૮૮, ૧૭૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૫૩ નીચે ૧૬૫૦, ૧૬૩૮, ૧૬૨૫, ૧૬૧૫ સુધીની શક્યતા જોવા મળશે. નવું વેચનારે સાવચેત રહેવું હિતાવહ.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૮૭૧.૪૫):
૫૪,૬૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૧૭૫ ઉપર ૫૨,૪૫૦, ૫૨,૭૪૦, ૫૩,૦૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૧,૭૭૧ નીચે ૫૧,૬૨૫, ૫૧,૩૫૦, ૫૧,૦૭૫, ૫૦,૮૦૦, ૫૦,૫૩૦, ૫૦,૨૫૫ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૫,૧૭૩.૮૫)
૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૩૧૦ ઉપર ૨૫,૪૧૧, ૨૫,૫૧૦, ૨૫,૬૧૦, ૨૫,૭૦૦, ૨૫,૮૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૧૨૯ નીચે ૨૫,૧૧૦, ૨૫,૦૧૫, ૨૪,૯૧૫, ૨૪,૮૧૬ સુધીની શક્યતા જોવા મળશે, જે તૂટશે તો વધુ વેચવાલી જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૭૧૮.૬૫)
૭૫૫.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨૭ ઉપર ૭૩૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧૬ નીચે ૭૧૦ તૂટતા ૭૦૬, ૬૯૬, ૬૮૭, ૬૭૧ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
રિલાયન્સ (૨૭૭૩.૦૫)
૩૦૬૬.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૩૫ ઉપર ૨૮૯૮, ૨૯૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૬૩ નીચે ૨૭૪૦, ૨૭૦૯ સુધીની શક્યતા જોવા મળશે. ૨૭૦૯ તૂટશે તો ૨૬૪૫, ૨૬૦૦, ૨૫૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.