28 June, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની સૌથી મોટી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકૉમે ૪૭ કરોડ કસ્ટમરોને મોટો ઝટકો આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દરેક ટૅરિફ-પ્લાનમાં ૩ જુલાઈથી ૧૨થી ૨૭ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આથી જિયો મોબાઇલનું નેટવર્ક વાપરતા ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડશે.
આ વધારાથી રિલાયન્સ જિયોના અત્યારે સૌથી સસ્તા ૧૫૫ રૂપિયાના પ્લાન માટે ૧૮૯ રૂપિયા ચૂકવવા પડશે.
૧ જીબીના અત્યારના ૨૦૯ રૂપિયાના પ્લાન માટે ૨૪૯ રૂપિયા અને ૧.૫ જીબીના ૨૩૯ રૂપિયાના પ્લાન માટે ૨૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે દરરોજના બે જીબી માટે ૨૯૯ રૂપિયા સામે ૩૪૯ રૂપિયા ચૂકવવા પડશે.
બે મહિનાના બે જીબીના પ્લાનના ૫૩૩ રૂપિયા છે એની સામે ૬૨૯ રૂપિયા આપવા પડશે. આવી જ રીતે ૨.૫ જીબીના ૨૮ દિવસના પ્લાન માટે ૩૪૯ રૂપિયા સામે ૩૯૯ રૂપિયા ખર્ચવા પડશે.
૮૪ દિવસના ૬૬૬ રૂપિયાના પ્લાન માટે વધારા બાદ ૭૯૯ રૂપિયા આપવા પડશે.
આ સિવાય ૩ જીબી ડેટાવાળા પ્લાન માટે ૩૯૯ રૂપિયાને બદલે ૪૯૯ રૂપિયા ખર્ચવા પડશે. આવી જ રીતે ત્રણ મહિનાના પ્લાન માટે ૭૧૯ રૂપિયાને બદલે ૮૫૯ રૂપિયા આપવા પડશે.
કંપનીએ વાર્ષિક પ્લાનમાં ૨૦થી ૨૧ ટકાનો વધારો કર્યો છે એટલે ૧૫૫૯ રૂપિયાના પ્લાન માટે ૧૮૯૯ અને ૨૯૯૯ રૂપિયાના પ્લાન માટે ૩૫૯૯ રૂપિયા આપવા પડશે.