25 April, 2023 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયામાં સપ્તાહની શરૂઆતે સરેરાશ સુધારો હતો. ડૉલર સામે રૂપિયો સોમવારે ૧૮ પૈસા સુધરીને ૮૨ની અંદર ઊતરી ગયો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૧૧ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૧૧ સુધી પહોંચીને દિવસના અંતે ૮૧.૯૧૫૦ પર બંધ રહ્યો હતો, જે ગયા સપ્તાહે ૮૨.૦૯૫૦ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સની વૈશ્વિક મુખ્ય કરન્સી સામે નરમાઈ અને શૅરબજારમાં પણ વિદેશી રોકાણકારોનો પ્રવાહ સારો આવ્યો હોવાથી રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. સેન્સેક્સ આજે ૪૦૦ પૉઇન્ટ જેવો ઊછળ્યો હતો, જેને કારણે રૂપિયાને ટેકો મળ્યો હતો.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૧.૬૩ પર પહોંચ્યો હતો, જે ગયા શુક્રવારે રૂપિયો બંધ થયો ત્યારે ૧૦૧.૯૬ પર હતો. ઍનલિસ્ટોના મતે રૂપિયામાં ચાલુ સપ્તાહ દરમ્યાન બેતરફી વધ-ઘટ જોવાશે. શૅરબજાર સુધરશે અને ક્રૂડ નીચું રહેશે તો રૂપિયો હજી સુધરી શકે છે.