21 April, 2023 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રીટેલ ધિરાણનો મુખ્ય આધાર હોમ લોનની ડિસેમ્બર ક્વૉર્ટરમાં માગમાં ઘટાડો જોવા મળ્યો હતો, એમ ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની (સીઆઇસી)એ જણાવ્યું હતું. જોકે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનની માગમાં નોંધપાત્ર વધારો થયો છે, જે બૅન્કો માટે વધુ તણાવપૂર્ણ અસુરક્ષિત લોન પોર્ટફોલિયો બનાવે છે એમ ટ્રાન્સયુનિયન સિબિલે જણાવ્યું હતું.
અસુરક્ષિત ધિરાણ ઉત્પાદનોની માગ વપરાશ-આધારિત ધિરાણ ઉત્પાદનોને અપનાવવાથી પ્રેરિત છે, એમ સીઆઇસીએ જણાવ્યું હતું. હોમ લોન માટે પૂછપરછનું પ્રમાણ ડિસેમ્બર ક્વૉર્ટરમાં એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં એક ટકા ઓછું હતું, જ્યારે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ્સ માટે માગ અનુક્રમે ૫૦ ટકા અને ૭૭ ટકા વધ્યું હતું એમ એણે ઉમેર્યું હતું.