કેન્યામાં ક્રિપ્ટો વ્યવહારો પર રિયલ ટાઇમ ધોરણે ટૅક્સ લાગુ કરાશે

19 October, 2024 08:53 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

કેનિયાના આવકવેરા ધારાની કલમ ૩ હેઠળ ક્રિપ્ટોકરન્સીની આવક પર કરવેરો લાગુ પડે છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્યા રેવન્યુ ઑથોરિટી ક્રિપ્ટોકરન્સી માટે રિયલ ટાઇમ ટૅક્સ સિસ્ટમ લાગુ કરવાની છે. આ સિસ્ટમને ક્રિપ્ટો એક્સચેન્જો સાથે સાંકળી લેવામાં આવશે. રિયલ ટાઇમ ધોરણે કરવેરો લાગુ કરવા ઉપરાંત કરચોરી અટકાવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદ લેવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે. આ એજન્સીનું કહેવું છે કે હાલની સિસ્ટમમાં ક્રિપ્ટોના વ્યવહારો ટ્રૅક કરવાનું શક્ય નથી. એને લીધે સરકારને આવકનું નુકસાન થાય છે. કેનિયાના આવકવેરા ધારાની કલમ ૩ હેઠળ ક્રિપ્ટોકરન્સીની આવક પર કરવેરો લાગુ પડે છે.

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મિશ્ર વલણ રહ્યું હતું. બિટકૉઇનનો ભાવ ૧.૦૪ ટકા વધીને ૬૭,૮૧૪ ડૉલર ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૨૧ ટકા, બાઇનૅન્સમાં ૧.૦૫ ટકા, સોલાનામાં ૧.૭૭ ટકા અને ડોઝકૉઇનમાં ૧૧.૧૫ ટકા વૃદ્ધિ થઈ હતી. રિપલમાં ૦.૮૯ ટકા અને ટ્રોનમાં ૦.૬૩ ટકા ઘટાડો નોંધાયો હતો.

business news crypto currency bitcoin kenya