10 March, 2019 05:53 PM IST |
મારુતી સુઝુકી
મારુતિ સુઝુકી માટે ફેબ્રુઆરી મહિનો વેચાણ બાબતે ઘણો સારો રહ્યો. ફેબ્રુઆરીમાં 10 સૌથી વધુ વેચાતી કારમાં મારુતી સુઝુકીની 6 કાર સામેલ છે. તો, હ્યુન્ડાઈની ત્રણ કાર એ ટૉપ 10માં પોતાની જગ્યા બનાવી છે. ટૉપ 10 માં Tata Tiago પણ હતી. જાણીએ ફેબ્રુઆરીમાં કઈ 10 કાર સૌથી વધુ વેચાણમાં રહી મોખરે
1. મારુતી સુઝુકી અલ્ટો : મારુતી સુઝુકી અલ્ટો વેચાણ બાબતે પહેલા સ્થાને છે. ફેબ્રુઆરી 2019માં મારુતી સુઝુકી અલ્ટોની 24,751 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ હતી.
2. મારુતી સુઝુકી સ્વીફ્ટ : અલ્ટો પછી સ્વીફ્ટ બીજી સૌથી વધુ વેચાતી કાર રહી. ફેબ્રુઆરી 2019માં મારુતી સુઝુકી સ્વીફ્ટની 18,224 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ હતી.
3. મારુતી સુઝુકી બલેનો : મારુતીની પ્રીમીસમ હેચબેક બલેનો ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી. ફેબ્રુઆરી 2019માં મારુતી સુઝુકી બલેનોની 17,944 કાર માર્કેટમાં વેચાઈ.
4. મારુતી સુઝુકી ડિઝાયર : મારુતીની સૌથી લોકપ્રિય સિડાન કાર ડિઝાયર ચોથા નંબરે રહી. ગયા મહિને મારુતી સુઝુકી ડિઝાયરની 15,915 કાર વેચાઈ.
5. મારુતી સુઝુકી વેગોનાર : બજેટ સેગ્મેન્ટમાં વેગોનાર એક લોકપ્રિય કાર છે. ફેબ્રુઆરીમાં આ વેચાણ મામલે પાંચમાં સ્થાને હતી. ફેબ્રુઆરી 2019માં મારુતી સુઝુકી વેગોનારની 15,661 કાર બારતીય માર્કેટમાં વેચાઈ.
6. મારુતી સુઝુકી વીતારા બ્રેઝા : મારુતી સુઝુકીની વીતારા બ્રેઝાની ફેબ્રુઆરી 2019માં 11,613 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ.
7. હ્યુન્ડાઈ એલાઈટ આઈ20 : મારુતી સુઝુકી સિવાય દક્ષિણ કોરિયાની કાર પ્રોડ્યુસર હ્યુન્ડાઈએ ટૉપ 10માં પોતાની જગ્યા બનાવી છે. હ્યુન્ડાઈ એલાઈટ આઈ20ની ફેબ્રુઆરી 2019માં 11,547 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ.
8. હ્યુન્ડાઈ ક્રેટા : હ્યુન્ડાઈ ક્રેટાની ફેબ્રુઆરી 2019માં 10,206 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ છે.
આ પણ વાંચો : વધુ ઊંચા-નીચા થયા વગર શૅરબજારના ચકડોળની મજા કેવી રીતે લેવી?
9. હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 : હ્યુન્ડાઈ ક્રેટા દક્ષિણ કોરિયિન કંપનીની ત્રીજી કાર છે, જે ટૉપ-10માં સામેલ છે. હ્યુન્ડાઈ ક્રેટાની ફેબ્રુઆરી 2019માં 9,065 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ છે.
10. ટાટા ટીઆગો : મારુતી સુઝુકી અને હ્યુન્ડાઈ સિવાય ભારતના દિગ્ગજ કાર નિર્માતા ટાટા પણ ટૉપ 10માં સામેલ છે. ટાટા ટીઆગોની ફેબ્રુઆરી 2019માં 8,286 કાર ભારતીય માર્કેટમાં વેચાઈ.