મુંબઈના જળાશયોમાં વધ્યું પાણી સ્તર
Midday
મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે પણ મુંબઈની હદથી બહાર આવેલાં જળાશયોમાં શુક્રવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં આશરે ૨૦ મિલીમીટર વરસાદ પડ્યો છે
૭ જળાશયોમાં ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણીની ક્ષમતા છે. ગુરુવારે આ જળાશયોમાં ૭૬,૫૮૪ મિલ્યન લીટર પાણીપુરવઠો નોંધાયો હતો
જોકે શુક્રવારે વરસાદ બાદ આ પાણીના સ્ટૉકમાં આશરે ૧૦૦૦ મિલ્યન લીટરનો વધારો નોંધાઈને પાણીનો સ્ટૉક ૭૭,૪૨૧ મિલ્યન લીટર થયો છે
બીજી તરફ સુધરાઈએ અપર વૈતરણા અને ભાત્સા જળાશયના રિઝર્વ સ્ટૉકમાંથી ૭૨,૭૮૦ મિલ્યન લીટર પાણીપુરવઠો મેળવ્યો છે
૭ જળાશયો પૈકીનાં તુલસી અને વિહાર મુંબઈમાં છે અને બાકીનાં પાંચ થાણે તથા નાશિક જિલ્લામાં છે. છેલ્લા ૨૪ કલાકમાં તુલસીમાં ૯૮ મિમી અને વિહારમાં ૮૬ મિમી વરસાદ નોંધાયો
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...