ઇન્ડોનેશિયામાં મતદાન શરુ
એએફપી
૧૭,૦૦૦ ટાપુઓમાં ૨૭૦ મિલિયન લોકો વસવાટ કરે છે અને તેના ત્રણ સમય ઝોનમાં સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું.
એએફપી
મતપેટીઓ અને મતપત્રોને બોટ, મોટરસાયકલ, ઘોડાઓ અને પગપાળા કેટલાક દૂર-દૂરના સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.
એએફપી
બુધવારે પરોઢિયે ભયંકર વાવાઝોડાને કારણે જકાર્તાની ઘણી શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મતદાન ધીમું પડ્યું હતું.
એએફપી
ગયા અઠવાડિયે, સેન્ટ્રલ જાવાના ડેમાક રીજન્સીમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને કારણે દસ ગામોમાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
એએફપી
એક દિવસીય ચૂંટણીમાં મતદારો માત્ર રાષ્ટ્રપતિ જ નહીં પરંતુ ઉપરાષ્ટ્રપતિ, સંસદીય અને સ્થાનિક પ્રતિનિધિઓને પણ પસંદ કરશે.
એએફપી
ઈન્ડોનેશિયામાં ૧૮ રાજકીય પક્ષો છે, જે ૫૭૫ સંસદીય બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
એએફપી
`દિલ્હી ચલો` કૂચને કારણે ટ્રાફિક જામ