એમપીમાં વાહને મારી પલટી, પડ્યું ખીણમાં
પીટીઆઈ/એએફપી
આ અકસ્માત મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં બડઝર ઘાટ નજીક સવારે ૧.૩૦ વાગ્યે થયો હતો. ડ્રાઇવરે વળાંક સમયે ગાડી પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો.
વાહન ૪૦-૫૦ ફૂટ ઉંડી ખીણમાં પડ્યું હતું. ૧૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૭ પુરૂષો, ૬ મહિલાઓ અને ૧ સગીર છોકરો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરી.
એમપીના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દરેક મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
જામનગરની ધરતી પર ઉતર્યા સિતારાઓ