રાજભવનમાં મોરે કરી કળા
ઉમેશ કાશીકર
મહારાષ્ટ્રના રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનના વિશાળ કેમ્પસમાં અનેક વાર મોર જોવા મળે છે.
મલબાર હિલમાં આવેલું મોર રિસ્ટોરેશન ઝોન છે, જ્યાં વિવિધ પ્રકારના મોર મુક્તપણે ફરતા હોય છે.
એટલે જ રાજભવનના કેમ્પસમાં `પીકોક વૉકિંગ એરિયા`ના સાઈનબોર્ડ પણ લગાડવામાં આવ્યા છે.
આજે સવારે એટલે કે સોમવારે રાજભવનમાં બે મોર જોવા મળ્યા હતા.
આ બન્ને મોર `પીકોક વૉકિંગ એરિયા`ના સાઈનબોર્ડ પાસે જ દેખાયા હતા.
બન્ને મોર રાજભવનના કેમ્પસમાં ટહેલતા હતા.