પીરિયડ્સને ઉત્સવ તરીકે ઉજવાય છે અહીં
આઇસ્ટૉક
આસામ - આ રાજ્યમાં જ્યારે છોકરીઓને પ્રથમ વાર માસિક સ્રાવ આવે ત્યારે તેને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીને ‘તુલોનિયા બિયા’ કહેવામાં આવે છે.
આઇસ્ટૉક
ઉજવણી લગ્નની જેમ કરવામાં આવે છે. સ્ત્રીઓ છોકરીને હળદરના પાણીથી નવડાવે છે અને પછી તેને તૈયાર કરે છે. પીરિયડ દરમિયાન છોકરીને કોઈપણ કામ કરવાની, બહાર જવાની મનાઈ છે.
આઇસ્ટૉક
કણૉટક - કર્ણાટકમાં છોકરીના પ્રથમ પિરિયડની ઉજવણી ‘રિતુ શુદ્ધિ’ અથવા ‘રિતુ કલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે છોકરીમાંથી યુવતી થાય છે.
આઇસ્ટૉક
રિવાજ પ્રમાણે યુવતીને સાડી પહેરાવવામાં આવે છે. આ પ્રસંગે અડધી સાડી પહેરવાની પરંપરા છે. અહીં મહિલો સાથે મળીને ઉજવણી કરે છે.
આઇસ્ટૉક
તમિલનાડુ – આ રાજ્યમાં ઉજવણી ‘મંજલ નિરાતુ વિઝા’ તરીકે ઓળખાય છે. આ ઉજવણી દરમિયાન મહેમાનોને બોલાવવામાં આવે છે. સ્ત્રીઓ મળીને છોકરીને નવડાવે છે.
આઇસ્ટૉક
આ સિવાય યુવતીને તે દિવસે સિલ્કની સાડી અને ઘરેણાં પહેરાવવામાં આવે છે. અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.
આઇસ્ટૉક
ઓડિશા – અહીં તો પ્રથમ પીરિયડ્સની ઉજવણી ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે અને તે ‘રાજા પ્રભા’ તરીકે ઓળખાય છે.
આઇસ્ટૉક
આ દરમિયાન યુવતીને ચોથા દિવસે સ્નાન કરાવવામાં આવે છે. તે નવા કપડાં પહેરે છે અને તેને ઘરનું કોઈ કામ કરવાની છૂટ નથી. જમવામાં વિવિધ પ્રકારની વસ્તુઓ આપવામાં આવે છે.
આઇસ્ટૉક
આંધ્ર પ્રદેશ – આ રાજ્યમાં અનોખી પરંપરા છે. જ્યારે કોઈ છોકરીને પ્રથમ વખત માસિક સ્રાવ આવે ત્યારે અહીં એક વિશેષ સમારંભ યોજવામાં આવે છે.
આઇસ્ટૉક
આ ઉજવણીને ‘પેડમનિષી પંડગા’ તરીકે ઓળખવામાં આવે છે. આ સમારંભનું આયોજન પીરિયડ્સના પહેલા અને પાંચમા દિવસે કરવામાં આવે છે.
આઇસ્ટૉક
સલમાનની સલાહે બદલી સોનાક્ષીની જિંદગી