વર્ક અને પર્સનલ લાઈફમાં બેલેન્સ કરો આમ
આઇસ્ટૉક
કામ અને અંગત જીવન વચ્ચે સીમા રાખવી જરુરી છે. તમારા અંગત કામને ઓફિસમાં ન લાવો અને એ જ રીતે તમારી પર્સનલ સ્પેસને પ્રોફેશનલ સ્પેસ ન બનાવો.
આઇસ્ટૉક
જ્યારે તમે પરિવાર, બાળકો અને મિત્રો સાથે સમય પસાર કરતા હોવ ત્યારે કામ વિશે ન વિચારો, કામનું ટેન્શન ન રાખો. તેમ જ ઓફિસમાં હોવ ત્યારે ઘર વિશે વિચારવાનું છોડી દો.
આઇસ્ટૉક
તમારી હૉબી ન છોડો. નોકરીની સાથે-સાથે તમારા શોખને પણ સમય આપો. આમ કંઈક નવું કરવાની ધગશ મનમાં રહે છે.
આઇસ્ટૉક
કામની વચ્ચે નાના બ્રેક લો, મિત્રો સાથે વાત કરો, જરાક આરામ કરો. જો તમે આખો સમય ફક્ત કામમાં જ વ્યસ્ત રહેશો તો કામ બોજ જેવું લાગવા માંડશે અને સ્વાસ્થ્યને અસર થશે.
આઇસ્ટૉક
વર્ક ફ્રોમ હૉમ કરતા હોવ તો કામના કલાકો નક્કી કરો. આખો દિવસ કામને ખેંચશો નહીં. કામ માટે અલગ જગ્યા બનાવો અને પછી તમે જે રીતે ઓફિસમાં કામ કરો છો તે જ રીતે કામ કરો.
આઇસ્ટૉક
વ્યક્તિ પોતે જ પોતાની વર્ક-લાઈફ બેલેન્સ બગાડે છે કારણ કે તે કોઈ પણ કામ માટે ના પાડતો નથી અને તેની ક્ષમતા અને સમય કરતાં વધુ કામ લે છે. ક્યારેક ના કહેતા શીખો.
આઇસ્ટૉક
બોસ સાથે જ્યારે પ્રોફેશનલને બદલે પર્સનલ સંબંધ રાખવામાં આવે ત્યારે તેની અસર કામના કલાકો પર પડે છે. એટલે બોસને મિત્ર બનાવો પણ માત્ર ઓફિસની બહાર.
આઇસ્ટૉક
અસિત મોદી સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ